Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

કોરોનાના ૧૪,૮૩૦ નવા કેસ, ૩૬નાં મોત

દેશમાં અત્‍યાર સુધીમાં ૪,૩૯,૨૦,૮૩૦ લાખ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે

 નવી દિલ્‍હી,તા.૨૬ : દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪,૮૩૦ નવા કેસ નોંધાયા છે.  છેલ્લા ૨૪ કલાકમાં ૩૬ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૨૦૨.૫૦ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂકયા છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૪,૩૯,૨૦,૮૩૦ લાખ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે.

દેશમાં અત્‍યાર સુધી ૫,૨૬,૧૧૦ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્‍યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૩૨,૪૬,૮૨૯  લોકો માત આપી ચૂકયા છે. પાછલા ૨૪ કલાકમાં ૧૮,૧૫૯  લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્‍યા ૧,૪૭,૫૧૨એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શકયતા ૦.૩૪ ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૪૭  ટકાએ છે, જ્‍યારે મળત્‍યુદર ઘટીને ૧.૨૦ ટકા થયો છે, એમ આરોગ્‍ય મંત્રાલયે માહિતી આપી હતી.કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૪,૨૬,૧૦૨ લોકોનાં સેમ્‍પલનાં ટેસ્‍ટિંગ થયાં છે. દેશમાં અત્‍યાર સુધી ૮૭.૨૨ કરોડ કોરોનાના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૩.૪૮ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૪.૫૩ ટકા છે.

દેશમાં અત્‍યાર સુધીમાં ૨,૦૨,૫૦,૫૭,૭૧૭ લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૩૦,૪૨,૪૭૬  લોકોને રસી આપવામાં આવી હતી.

(3:34 pm IST)