Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

દારૂ બાબતે સરકાર-પ્રજા બંને દંભી છે ગુજરાતમાં ‘કાગળ ઉપર' દારૂબંધીઃ ક્‍યાં સુધી ગરીબો હોમાશે લઠ્ઠાકાંડના ખપ્‍પર? વિચારવા જેવુ

નવી દિલ્‍હી,તા.૨૬ : ગુજરાતમાં દારૂને મામલે સરકાર અને પ્રજા બંન્ને દંભી છે. ૧૯૬૦ સુધી ગુજરાત અને મહારાષ્‍ટ્ર બંન્ને એક હતા ત્‍યારે ગુજરાતની સીમામાં વસતા લોકો દારૂ પીતા જ હશે, પણ ૧૯૬૦માં ગુજરાત અલગ થયુ અને એકદમ દારૂબંધી આવી ગઈ, પણ તે માત્ર કાગળ ઉપર એટલા માટે રહી કે ગુજરાતની પચાસ ટકા કરતા વધુ પ્રજા રોજ અથવા વારે તહેવારે દારૂ પીવે છે.

 ગુજરાતમાં દારૂબંધી હોવાને કારણે દારૂ પીનારી વ્‍યક્‍તિ સામાજીક પડદો રાખે છે અને મજુર વર્ગને બાદ કરતા મધ્‍યમ અને ઉચ્‍ચ મધ્‍યમ વર્ગના  જાહેરમાં દારૂની બદી ઉપર ભાષણ આપે છે અને ખાનગીમાં પ્‍યાલી ઠપકારે છે. જ્‍યાં સુધી ગુજરાતના મજુર વિસ્‍તારોનો સવાલ છે ત્‍યાં સુધી આ વિસ્‍તારમાં કયારેય દારૂ ખરેખર બંધ થયો જ નથી.  ગુજરાતના મજુરો  માટે સાંજનો દારૂ તેમના જીવનનું અનિવાર્ય ભાગ છે, મજુરી કરી આવ્‍યા પછી કે દારૂના અડ્ડા ઉપર અથવા દારૂની થેલી પોતાના ઘરે લાવી ઠપકારી જાય છે અને ખુદ પોલીસ પણ જાણે છે કે મજુર વિસ્‍તારમાં દારૂ અટકાવી શકાય તેમ નથી. જ્‍યારે પણ મજુર વિસ્‍તારમાં પોલીસે દેશી દારૂ ઉપર ભીંસ વધારી છે ત્‍યારે લઠ્ઠાકાંડની શકયતા વધી જાય છે કારણ જ્‍યારે દેશી દારૂ પીનારને દારૂ મળતો નથી અથવા મોંઘો મળવા લાગે છે ત્‍યારે તે નશો કરવા માટે કોઈ પણ પ્રકારના અન્‍ય જોખમી કેમિકલનો પણ ઉપયોગ કરે છે.

(4:28 pm IST)