Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

EDની કાર્યવાહીમાં NC ચીફ ફારુક અબ્દુલા ફસાયા : PMLA કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી

EDએ ફારુક અબ્દુલાને કોર્ટ સમક્ષ 27 ઓગસ્ટે હાજર થવાનો આદેશ આપ્યો : કથિત નાણાકીય ગેરરીતિઓ સંબંધિત કેસમાં થઈ કાર્યવાહી

જમ્મુ-કાશ્મીર તા.26 : જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલાની મુસીબતોમાં વધારો થયો છે. ઈડીએ અબ્દુલાની સામે કાર્યવાહી કરી છે. અને સામે PMLA કોર્ટમાં તેમની સામે ચાર્જશીટ ફાઈલ કરી છે. આ ઉપરાંત ઈડીએ તેમને 27 ઓગસ્ટે PMLA કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.

જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશન ફંડ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં ઈડીએ અબ્દુલાની સામે ચાર્જશીટ દાખલ કરી છે. ફારુક અબ્દુલાની સાથે અહમદ મિર્ઝા, મીર મંજૂર ગઝાનફર અને બીજા આરોપીઓના નામ છે. પીએમએલએ કોર્ટે તમામ આરોપીઓને પીએમએલએ કોર્ટ સમક્ષ 27 ઓગસ્ટના રોજ હાજર રહેવાનો આદેશ પાઠવ્યો છે.

જમ્મુ એન્ડ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનમાં કથિત નાણાકીય ગેરરીતિઓ સંબંધિત કેસમાં ઈડીએ તેમની સામે કાર્યવાહી કરી છે. ઈડીએ તેમની સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કર્યું છે. આ પહેલા 31 મેના દિવસે ઈડીએ 3 કલાક સુધી અબ્દુલાની પૂછપરછ કરી હતી. ઈડીએ આ પહેલા ફારુક અબ્દુલાની 21.50 કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી હતી. ઈડીએ જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારોની સામે 2018માં સીબીઆઈ દ્વારા દાખલ ચાર્જશીટને આધારે મની લોન્ડરિંગની તપાસ શરુ કરી હતી.

 

(7:08 pm IST)