Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

' મોહે લાગી લગન ગુરુ ચરણનન કી ' : ઓરેન્જ કાઉન્ટી કેલિફોર્નિયા માં પત્રકાર શ્રી હર્ષદરાય ના રહેઠાણ પર યોજાયેલા કાર્યક્રમમાં ગુરૂ પુર્ણિમા નિમિત્તે શ્રી વિનોદ પટેલ સાથે સંવાદ અને ભજનનો કાર્યક્રમ યોજાયો : કબીર, મીરા , શાંતિલાલ શાહ , બ્રહ્માનંદ તથા મુક્તાનંદશ્રી રચીત છંદ તથા માર્મિક ભજનોથી સિનિયરો મંત્રમુગ્ધ


દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : ઓરેન્જ કાઉન્ટી કેલિફોર્નિયા માં કાર્યરત ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલ (GSFC ) ના સાથીયો સાથે શ્રી વિનોદ પટેલ ની ઉપસ્થિતીમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે સત્સંગ ભજન અને સાહિત્ય ચર્ચા યોજઈ.. (GSFC) ના સહ સંચાલકશ્રી હર્ષદ શાહ તથા લતા શાહના નિવાસ સ્થાને સૌ આનંદ અને આદર પૂર્વક જોડાયા... પ્રારંભે શ્રી ગુણવંતભાઈ પટેલે સૌ સભ્યોનો પરીચય કરવ્યો.. શ્રી વિનોદ પટેલ નો વિશેષ પરીચય શ્રી હર્ષદરાય શાહે કરાવ્યો. તેઓશ્રીની  ૩૦ વર્ષથી આ સંગીત યાત્રા ને બિરદાવી. અસંખ્ય ઍવોર્ડ દેશ-વિદેશમાં થી પ્રાપ્ત કરવા બદલ ધન્યવાદ પાઠવ્યા...શ્રી કાન્તિભાઈ મિસ્ત્રીએ આજના આ વિષેશ કાર્યક્રમને આવકારી સહભાગી થવા બદલ આનંદ વ્યક્ત કર્યો.

 ગુરુ પુર્ણિમા નમિત્તે જણાવ્યું કે ગુરૂ એ  માર્ગદશક છે તેના દ્વારા આત્મા પરમાત્મા માં વિલિન થઈ શકે છે , સંગીત સાધના વિશે જણાવે છે કે ( અઘરૂ ત્યા સુધી છે કે જેની લગન નથી લાગતી ) મનની વૃત્તિ- મનોસ્થિતી વિશે વાત કરતા જણાવે છે કે મનને જોતા શીખો.. મનની અખંડ સ્મૃતિ ભગવાનમાં રહે તે મોટી સિધ્ધિ છે, ક્રોધ કદી થાય નહી તેવું મન કેળવાય. આમ સત્સંગની ભજન ની રમઝટ વચ્ચે સમાધીપણાની લાગણી અનુભવી તેમના દ્વારા ગવાયેલા ભજનો.... " મોહે લાગી લગન ચરણનન કી..... ગુરુજીના નામ ની માળા.... માડી તારૂ કંકુ ખળ્યુ....કાગળ મને હરી લખે તો બને....થેલો તું થાજે ટપાલનો... મારા ઘટમાં બિરાજતા...જાગ્યો કે આત્મા આશ જાગી... પંચ તત્વના પિંજરા.... કબીર, મીરા , શાંતિલાલ શાહ , બ્રહ્માનંદ તથા મુક્તાનંદશ્રી રચીત છંદ તથા માર્મિક ભજનોને સાંકળી ને સૌને મુગ્ધ કરી દીધા.. આ સાથે રોહિતભાઈ પટેલ નો ફાળો અનન્ય રહ્યો... સાઉંડ સિસ્ટમનો સહયોગ શ્રી કાન્તિભાઈ મિસ્ત્રી એ સંભાળેલ... દિવ્ય આનંદ ની અનુભુતિ થી સૌ પરીતૃપ્ત થયા.... હર્ષદરાય શાહે સૌનો આભાર માન્યો. હાજર સૌએ ગુરુ પૂર્ણિમાની ધન્યતા અનુંભવી.તેવું  માહિતી શ્રી હર્ષદરાય શાહ અને તસ્વિર:શ્રી કાન્તિભાઈ મિસ્ત્રી, કેલિફોર્નિયા ના સૌજન્ય થી જાણવા મળે છે.

 

(8:08 pm IST)