Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

યુરોપમાં કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ મચાવી રહ્યો છે તબાહી : વેરિઅન્ટને

ફેલાતો અટકાવવા માટે પ્રયાસોને મજબૂત કરવા જોઈએ : WHO

 નવી દિલ્હીઃ WHOએ સોમવારે ચેતવણી આપી કે ડેલ્ટા હવે યુરોપના અનેક ભાગમાં કોરોનાનો પ્રમુખ વેરિઅન્ટ બની રહ્યો છે. WHOએ કહ્યું કે ડેલ્ટા વેરિઅન્ટને ફેલાતો અટકાવવા માટે પ્રયાસોને મજબૂત કરવા જોઈએ.

 WHOએ યૂરોપના રીજનલ ઓફિસના અનુસાર ૨૮ જૂન અને ૧ જુલાઈની વચ્ચેનો ડેટા લીધો છે અને તેનાથી ખ્યાલ આવે છે કે ડેલ્ટા ૨૮ યૂરોપીય દેશોમાં ૧૯ વેરિઅન્ટ સાથે ફેલાયો છે. ૧૯ દેશમાં જેનેટિક સિકવન્સિંગ માટે મોકલેલા નમૂનામાં જાણવા મળેલા ડેલ્ટા વેરિઅન્ટની સરેરાશ ૬૮.૩ ટકા છે. તેની તુલનામાં પહેલાના પ્રમુખ આલ્ફા વેરિઅન્ટ ફકત ૨૨.૩ ટકા સેમ્પલમાં મળ્યા છે. તેનાથી ખ્યાલ આવે છે કે ડેલ્ટા વેરિઅન્ટ અલ્ફા વેરિઅન્ટને પાછળ છોડી ચૂક્યો છે અને યૂરોપમાં તબાહી મચાવી ચૂક્યો છે.

 એકસપર્ટ્સ પહેલા પણ ડેલ્ટા વેરિઅન્ટના દરેક યૂરોપીય દેશોમાં ઝડપથી ફેલાવાવને વિશેની ચેતવણી આપી ચૂક્યા છે. એટલું જ નહીં અમેરિકામાં જોવા મળી રહેલા કોરોનાના નવા કેસમાં ૮૩ ટકા કેસ ડેલ્ટા વેરિઅન્ટના છે. આ પરિણામ આવનારા સમયમાં પણ કાયમ રહેશે. ડેલ્ટા વેરિઅન્ટ આવનારા સમયમાં દુનિયાનાપ્રમુખ વેરિઅન્ટના રૂપમાં સામે આવવાની શક્યતા છે.

(11:46 am IST)