Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

શ્રીલંકામાં કુવામાં ખોદકામ દરમિયાન 510 કિલો વજન અને 25 લાખ કેરેટનો દુનીયાનો સૌથી મોટો નિલમ મળ્‍યો

સુરક્ષાના કારણોસર પથ્‍થર મેળવનાર માલિકની ઓળખ છુપાવાઇ

કેન્ડી: શ્રીલંકામાં દુનિયાના સૌથી મોટો નીલમ મળી આવ્યો છે. સ્થાનિક પ્રશાસન પાસેથી મળેલી જાણકારી મુજબ ખુબ કિંમતી એવો નીલમ એક વ્યક્તિને તેના ઘરની પાછળ કુવામાં ખોદકામ દરમિયાન મળી આવ્યો છે. વિશેષજ્ઞોનું માનવું છે કે નીલમના પથ્થરની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 10 કરોડ ડોલર છે.

510 કિગ્રા વજન-25 લાખ કેરેટ

શ્રીલંકાના મોટા જેમ એન્ડ જ્વેલર વ્યવસાયીએ જણાવ્યું કે નીલમના પથ્થરને સેરન્ડિપિટી સફાયર નામ આપવામાં આવ્યું છે. જેનું વજન 510 કિલો અને ગુણવત્તા 25 લાખ કેરેટ ગણાવવામાં આવી છે. પથ્થરના માલિકે જણાવ્યું કે  જે વ્યક્તિ તેમના ત્યાં કામ કરતો હતો તેને ખોદકામ દરમિયાન જમીન નીચે કઈક કિમતી પથ્થર દબાયેલો હોવાની જાણકારી આપી હતી. ત્યારબાદ તેમની ટીમ ખજાનાને કાઢવામાં સફળ રહી.

છૂપાવવામાં આવી ઓળખ

ખબર મુજબ સુરક્ષા કારણોસર પથ્થરના માલિકની ઓળખ ગોપનીય રાખવામાં આવી છે. સફાયરના ઓનરે કહ્યું કે તે લાંબા સમયથી કિંમતી પથ્થરોનો કારોબાર કરી રહ્યા છે.

પ્રશાસનને જાણકારી અપાઈ

શ્રીલંકા દુનિયામાં પોતાના મશહૂર નીલમ પથ્થર અને અન્ય કિંમતી સ્ટોનનો મોટો નિકાસકાર દેશ છે. અહીં સમુદ્ર ક્ષેત્રમાં મળી આવતા મૂંગા પણ ઉત્તમ ગુણવત્તા વાળા હોય છે. ટુરિઝમ ઉપરાંત દેશની ઈકોનોમીમાં કિંમતી સ્ટોનના કારોબારનું પણ મહત્વનું સ્થાન છે. બાજુ સ્ટોનના ઓરે દેશના નિયમ અને કાયદા હેઠળ પ્રશાસને અંગે જાણકારી આપી છે.

(4:26 pm IST)