Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

પેટ્રોલ-ડિઝલ ટેક્સ આવકમાં સાત વર્ષમાં ૧૧ ગણો વધારો

સંસદમાં પેટ્રોલિયમ મંત્રીએ માહિતી આપી : કેન્દ્રીય ટેક્સ મે ૨૦૧૪માં ૧૦.૩૯ રૂપિયા, જૂન ૨૦૨૧ સુધી વધીને ૩૨.૯૦ રૂપિયા થઈ ગયો : ક્રુડના ભાવ ઘટ્યા

 

નવી દિલ્હી, તા.૨૮ : પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પર કોંગ્રેસ સતત ભાજપને નિશાને લઈ રહી છે. દરમિયાન પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ એક સવાલના લિખિત જવાબમાં રાજ્યસભામાં ડીઝલ-પેટ્રોલને લઈને જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે તો ડીઝલ-પેટ્રોલ પર છેલ્લા એક વર્ષથી કોઈ ટેક્સ વધાર્યો નથી. ડીઝલ-પેટ્રોલની કિંમતો વધુ હોવાનું કારણ રાજ્યો તરફથી લગાવાતો વેટ અને ક્રૂડની કિંમતમાં થયેલો વધારો છે. કેન્દ્ર સરકારે ભલે એક વર્ષથી કોઈ વધારો નથી કર્યો, પરંતુ પહેલા સરકાર ઘણા વર્ષોનો વધારો એક સાથે કરી દીધો હતો. સમગ્રતઃ સરકારી માહિતી પરથી જોઈ શકાય છે કે સાત વર્ષમાં સરકારની પેટ્રોલ-ડિઝલના વેરાની આવક ૧૧ ગમી વધી ગઈ છે.

અહીં સૌથી પહેલા સમજી લો કે ક્રૂડની કિંમત ભારત માટે ક્યારેય નેગેટિવ નથી થઈ. ક્રૂડની ડબલ્યૂટીઆઈ કેટેગરી માટે ક્રૂડ ઓઈલની કિંમત નેગેટિવ થઈ હતી. અહીં ધ્યાન આપવાની વાત છે કે, ડબલ્યુટીઆઈ ક્રૂડ ઓઈલનું ટ્રેડિંગ યુએસમાં થાય છે. ભારતમાં બ્રેન્ડ ક્રૂડ ઓઈલ આવે છે, જેની કિંમતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ૨૧ એપ્રિલ ૨૦૨૦એ સૌથી વધુ ઘટાડો થયો હતો. એટલે કે, હાલની (૭૩ ડોલર) સરખામણીએ એક તૃતિયાંશથી પણ ઓછી. હવે જો આજે પેટ્રોલ ૧૦૦ રૂપિયા છે, તો ત્યારે પેટ્રોલ ૩૦-૩૫ રૂપિયામાં મળી રહ્યું હતું? એવું નથી થયું.

સરકારે ઘટાડાનો ઉપયોગ પોતાની કમાણી વધારવામાં કર્યો. મે, ૨૦૨૦એ સરકાર ડીઝલ પર ૧૦ રૂપિયા અને પેટ્રોલ પર ૧૩ રૂપિયાની એક્સસાઈઝ ડ્યૂટી વધારી દીધી હતી. સમયે ક્રૂડ ઓઈલની કિંમત લગભગ ૨૫ ડોલર પ્રતિ બેરલ હતી, એટલે કે લગભગ ૧૪.૭૫ રૂપિયા પ્રતિ લિટર. ત્યારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત લગભગ ૭૧ રૂપિયા અને ડીઝલની કિંમત લગભગ ૭૦ રૂપિયા હતા.

ભલે સાંભળવામાં થોડું પોલિટિકલ લાગે, પરંતુ આંકડા હકીકતની સાક્ષી પૂરી છે. ડીઝલ-પેટ્રોલ મોંઘા કેમ છે સમજવા માટે સૌથી પહેલા જાણવું જરૂરી છે કે ડીઝલ-પેટ્રોલની કિંમતમાં સરકારનો કેટલો હિસ્સો છે.

સૌથી પહેલા વાત પેટ્રોલની. દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૬ જુલાઈએ ૧૦૧.૫૪ રૂપિયા હતી. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર રહેલી જાણકારી મુજબ, તેમાંથી ૩૨.૯૦ રૂપિયા એક્સસાઈઝ ડ્યૂટી છે, જે કેન્દ્ર સરકારનો હિસ્સો છે અને ૨૩.૪૩ રૂપિયા વેટ છે, જે રાજ્ય સરકાર લે છે. એટલે કે કુલ મળીને થાય છે ૫૬.૩૩ રૂપિયા. એટલે કે, પેટ્રોલની કિંમતમાંથી અડધાથી વધુ રકમ તો માત્ર ટેક્સ છે.

રીતે ડીઝલની વાત કરીએ તો દિલ્હીમાં ૧૬ જુલાઈએ ડીઝલ ૮૯.૮૭ રૂપિયે લિટર હતું. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર હાલની જાણકારી મુજબ, તેમાંથી ૩૧.૮૦ રૂપિયા એક્સસાઈઝ ડ્યૂટી છે, જે કેન્દ્ર સરકારનો હિસ્સો છે અને ૧૩.૧૪ રૂપિયા વેટ છે, જે રાજ્ય સરકાર લે છે. એટલે કે કુલ મળીને થાય છે ૪૪.૯૯ રૂપિયા. એટલે કે, ડીઝલની કિંમતમાથી અડધાથી થોડો ઓછો હિસ્સો તો માત્ર ટેક્સનો છે.

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ તાજેતરમાં લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કહ્યું કે, નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં પેટ્રોલ તેમજ ડીઝલ પર એક્સસાઈઝ ડ્યૂટીની આવક વધીને .૩૫ લાખ કરોડ રૂપિયા થઈ ગયો, જે તેના એક વર્ષ પહેલા .૭૮ લાખ કરોડ રૂપિયા હતી. ૨૦૧૪-૧૫ દરમિયાન એક્સસાઈઝ ડ્યૂટીથી સરકારને ૨૯,૨૭૯ કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. બધો ટેક્સ નાગરિકોએ ચૂકવ્યો છે અને કારણે ડીઝલ-પેટ્રોલ મોંઘા છે. સરકારનું કહેવું છે કે, તેમાંથી કોરોનાનો બધો ખર્ચ ઉઠાવાઈ રહ્યો છે અને બધી કલ્યાણકારી યોજનાઓ પણ ચલાવાઈ રહી છે.

જો પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલના આંકડા પર નજર નાખીએ તો મે ૨૦૧૪માં પેટ્રોલની બેઝ પ્રાઈસ ૪૭.૧૨ રૂપિયા હતી, જે જૂન ૨૦૨૧ સુધી ૩૭.૨૯ રૂપિયા થઈ ગઈ. એટલે કે તેમાં ઘટાડો આવ્યો. તો, કેન્દ્રીય ટેક્સ મે ૨૦૧૪માં ૧૦.૩૯ રૂપિયા હતો, જે હવે જૂન ૨૦૨૧ સુધી વધીને ૩૨.૯૦ રૂપિયા થઈ ગયો છે.

(7:54 pm IST)