Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

વડાપ્રધાન મોદીએ ગુજરાત સરકારનું આમંત્રણ સ્વીકાર્યું :3જી ઓગસ્ટે અન્ન ઉત્સવ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાજ્યમાં વિના મૂલ્યે અન્ન વિતરણ થશે.

નવી દિલ્હી :  વડાપ્રધાન મોદીએ ગુજરાત સરકારનું આમંત્રણ સ્વીકાર્યું છે. 3 ઓગસ્ટે વડાપ્રધાન નરેદ્રભાઈ મોદી ગુજરાત  સરકારના અન્ન ઉત્સવ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. અન્ન ઉત્સવ કાર્યક્રમ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાજ્યમાં વિના મૂલ્યે અન્ન વિતરણ થશે.આશરે 17000 સસ્તા અનાજની દુકાનો પર અંદાજે 71 લાખ કાર્ડ ધારકોને વિના મૂલ્યે અનાજ મળશે. આ અન્ન ઉત્સવ માટે ગોધરામાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાઈ શકે છે. અન્ન ઉત્સવ કાર્યક્રમમાં પીએમ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી હાજર રહેશે.

(10:31 am IST)