Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

વિશ્વના સૌથી શ્રીમંત બન્યા એલન મસ્કઃ જેફ બેજોસ નંબર-૨: મુકેશ અંબાણી ટોપ-૧૦માંથી બહાર

બિલ ગેટસ વિશ્વનાં પાંચમાં સૌથી શ્રીમંતઃ મુકેશ અંબાણી ૧૧માં ક્રમે : ગૌતમ અદાણી ૧૪માં ક્રમે રહ્યાં: અંબાણીથી થોડા જ દુર

નવી દિલ્હી, તા.૨૯: વિશ્વના સૌથી શ્રીમંત વ્યકિતઓની યાદીમાં એમેઝોનના પૂર્વ સીઇઓ જેફ બેજોસની નંબર-૧ની ખુરશી ફરી એક વખત એલન મસ્કે છીનવી લીધી છે.

બ્લૂમબર્ગ બિલિયનેયર્સ ઇન્ડેક્ષ અનુસાર ટેસ્લાના સીઇઓ એલન મસ્ક ૨૧૩ બિલિયન ડોલરની સંપત્તિ સાથે એમેઝોનના જેફ બેજોસ પાસેથી સૌથી શ્રીમંતનું બિરૂદ છીનવી લીધુ છે.

ગત એક સપ્તાહમાં કંપનીના શેરની કિંમત વધવાથી ટેસ્લાના સ્થાપકે લગભગ ૧૩ બિલિયન ડોલરની કુલ સંપતિ વધારી છે.

જેફ બેજોસ ૧૯૭ અબજ ડોલરની સંપતિ સાથે બીજા ક્રમે તથા ૧૬૦ બિલિયન ડોલર સાથે બનાર્ડ અર્નાલ્ટ ત્રીજા ક્રમે છે તો ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગ ૧૩૨ અબજ ડોલર સાથે ચોથા ક્રમે છે બીલ ગેટસ પાંચમા ક્રમે છે. વોરેન બફેટ ૧૦માં ક્રમે છે.

બિટ ગેટસ ૧૨૮ અબજ ડોલર સાથે પાંચમા તો લેરીયેજ ૧૨૬ અબજ ડોર સાથે છઠ્ઠા ક્રમે છે.

સાતમા ક્રમે સર્ગી બ્રિન અને ૮ નંબર પર લેરી એલિઝન છે. સ્ટીલ બોલ્મર ૯માં તો વોરેન બફેટ ૧૦માં ક્રમે છે.

સૌથી મોટી વાત એ છે કે ટોપ-૧૦  ધનપતિઓની સંપતિ ૧૦૦ અબજ ડોલરથી ઉપર છે.

આ યાદીમાં મુકેશ અંબાણી ૯૬.૮૦ અબજ ડોલર સાથે ૧૧માં ક્રમે છે. જયારે ગૌતમ અદાણી ૬૯.૨ અબજ ડોલર સાથે ૧૪માં ક્રમે છે.

(11:46 am IST)