Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ ફીમાં ૫૦%નો વધારો કરશે

મુંબઈ,તા.૨૯: એમેઝોન કંપની તેના પ્રાઈમ મેમ્બરશિપ પ્લાનની વાર્ષિક લવાજમ કિંમત રૂ. ૯૯૯થી વધારીને રૂ. ૧,૪૯૯ કરશે. એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ, જેમાં એમેઝોન પ્રાઈમ વિડિયો અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ચીજવસ્તુઓની એક-જ-દિવસમાં ડિલીવરી સેવાનો સમાવેશ થાય છે, તેની માસિક તથા ત્રિમાસિક લવાજમ ફીમાં પણ વધારો કરવામાં આવનાર છે. એમેઝોને અગાઉ જાહેરાત કરી હતી કે ભારતમાં પ્રાઈમ મેમ્બરશિપના ત્રિમાસિક પ્લાનની કિંમત રૂ. ૩૨૯થી વધારીને રૂ. ૪૫૯ કરાશે અને માસિક પ્લાનની કિંમત રૂ. ૧૨૯થી વધારીને રૂ. ૧૭૯ કરાશે.

એમેઝોનની સત્ત્।ાવાર વેબસાઈટ પર મૂકેલા લખાણમાં વાંચી શકાય છે કે, એમેઝોન દ્વારા હાલ ચલાવાતી મર્યાદિત સમયગાળાની ઓફરના ભાગરૂપે તમે જૂની કિંમતે પ્રાઈમમાં જોડાઈ શકો છો. અમારી તમને સલાહ છે કે ઓફર પૂરી થાય એ પહેલાં તેને રીન્યૂ કરી લો અથવા પ્રાઈમ મેમ્બરશિપ શકય એટલી જલદી ખરીદી લો. કંપનીના જણાવ્યા મુજબ, નવી કિંમત ૧૪ ડિસેમ્બરથી અમલમાં આવશે. એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ અંતર્ગત ગ્રાહકોને એમેઝોનના OTT પ્લેટફોર્મ પ્રાઈમ વિડિયોનો એકસેસ મળે છે.

(9:59 am IST)