Gujarati News

Gujarati News

News of Wednesday, 26th October 2022

ન્યુયોર્કમાં આવેલા નાસાઉ કાઉન્ટીના પ્રજાજનોએ દિવાળી તહેવાર ઉજવ્યો :દીપ પ્રાગટ્ય ,અમેરિકા અને ભારતનું રાષ્ટ્રગીત ,સાંસ્કૃતિક કાર્યક્રમો તથા ડિનર સાથે કરાયેલી રંગેચંગે ઉજવણીમાં ઇન્ડિયન અમેરિકન અગ્રણીઓએ હાજરી આપી

ન્યુયોર્ક : ન્યુયોર્કમાં આવેલા નાસાઉ કાઉન્ટીના પ્રજાજનોએ તાજેતરમાં દિવાળી તહેવાર ઉજવ્યો હતો. જેમાં દીપ પ્રાગટ્ય ,અમેરિકા અને ભારતનું રાષ્ટ્રગીત ,દિવાળી ડાન્સ, રોશની ,તથા રાત્રી ભોજન સાથે ઉજવણી કરવામાં આવી હતી.

ફ્લોરા પારેખ દ્વારા તૈયાર કરવામાં આવેલ, આ કાર્યક્રમમાં ગુરુમા જ્યોતિષાનંદ સરસ્વતી (ભારતનો વૈદિક વારસો), જસબીર (જય) સિંઘ (બોર્ડ મેમ્બર – નાસાઉ કાઉન્ટીના એશિયન અમેરિકન એડવાઈઝરી બોર્ડ), મીના શાહ, (એશિયન અમેરિકન એડવાઈઝરી બોર્ડ) જેવા અનેક અગ્રણી ભારતીય અમેરિકન સમુદાયના નેતાઓની સિદ્ધિઓને પ્રકાશિત કરવામાં આવી હતી. વૈષ્ણવ મંદિર – VTNY), ડૉ. ભારતી રેડ્ડી (ઇન્ટરનિસ્ટ), મધુ પારીક (બ્લુ હોસ્ટ હોસ્પિટાલિટી), હરગોવિંદ ગુપ્તા (વાઈસ પ્રેસિડેન્ટ, IALI) અને ડૉ. નીરુ ભામ્બરી (સભ્ય એટ-લાર્જ IALI). ડો. બોબી કે. કલોટી, ચેરપર્સન ઈન્દુ જયસ્વાલ, વિમલ ગોયલ, બીના સબાપથી, વીર મુખી, દીપક બંસલ, જસબીર જય સિંહ, બીના કોઠારી, ફ્લોરા પારેખ,સહિતના અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. તેવું યુ.એન.એન.દ્વારા જાણવા મળે છે.

(8:27 pm IST)