Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

" મિસ વિસ્કોસીન ટીન યુ.એસ.એ." નો તાજ ઇન્ડિયન અમેરિકન સુંદરી શ્રેયા ગુંડેલીનાં શિરે : વિસ્કોસીનમાં તાજ મેળવનાર સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન યુવતી તરીકેનો વિક્રમ નોંધાયો

વિસ્કોસીન : " મિસ વિસ્કોસીન ટીન યુ.એસ.એ." નો તાજ ઇન્ડિયન અમેરિકન સુંદરી શ્રેયા ગુંડેલીનાં શિરે ગયો છે. આ તાજ મેળવી તેની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા.

19 વર્ષીય શ્રેયા ન્યુયોર્ક યુનિવર્સીટીમાં પ્રિ મેડિકલનો અભ્યાસ કરે છે.તે ક્લાસિક ડાન્સર છે.તથા વિસ્કોસીન માં આવો તાજ મેળવનાર  સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન યુવતી છે.

તાજ મેળવ્યા પછી પ્રતિભાવ આપતા શ્રેયાએ કહ્યું હતું કે તે ઇન્ડિયન અમેરિકન હોવાથી તાજ તેને નહીં મળે તેવું અનેક લોકો કહેતા હતા.

આગામી નવેમ્બર માસમાં તુલસા ઓક્લાહોમા  મુકામે મિસ ટીન યુ.એસ.એ. સૌંદર્ય સ્પર્ધા યોજાશે . જેમાં શ્રેયા  વિસ્કોસીનનું પ્રતિનિધિત્વ કરશે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:08 pm IST)
  • રાજસ્થાનના કલાકારો માટે ગેહલોત સરકારનો મોટો નિર્ણય : આર્થિક રીતે નબળા કલાકારોની મદદ મળશે : 5 હજાર રૂપિયાની વન-ટાઇમ સહાય આપવામાં આવશે : કલાકાર કલ્યાણ ભંડોળ તરફથી સહાય આપવામાં આવશે : 2 હજાર જરૂરિયાતમંદ કલાકારોને સહાય મળશે access_time 9:44 pm IST

  • ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર, (IKDRC)અમદાવાદએ નવા ચાર ડાયાલિસિસ કેન્દ્રનો શુભારંભ કર્યો છે. ગાંધીનગર જિલ્લામાં કલોલ, માણસામાં, જામનગરમાં જામજોધપુરમાં અને મોરબીમાં વાંકાનેરમાં ડાયાલિસિસ કેન્દ્ર શરુ કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર આરઓ પ્લાન્ટ સુવિધા સાથે 21 અત્યાધુનિક મશીનથી સજ્જ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ગુજરાતના ઈએસઆરડી દર્દીઓને નિશુલ્ક ડાયાલિસિસ પ્રદાન કરવામાં આવે છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) ભારતમાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. જેમાં 51 કેન્દ્ર ચાલે છે. જે 500 ડાયાલિસિસ મશીનથી સજ્જ છે. અહીં વર્ષમાં 3 લાખથી વધુ ડાયાલિસિસ કરે છે. access_time 9:33 am IST

  • RBI મોટો નિર્ણય : એટીએમ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધાર્યો : એકવાર મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા પૂરી થઈ ગયા પછી, ગ્રાહકોને બીજા દરેક એટીએમ ટ્રાન્ઝેક્શન દીઠ 21 રૂપિયા ચાર્જ લેવામાં આવશે, આ સાથે 01 જાન્યુઆરી 2022 થી આ ચાર્જ પર ટેક્સ પણ વસુલાશે તેમ જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 8:12 pm IST