Gujarati News

Gujarati News

News of Wednesday, 20th July 2022

" કોમ્યુનીટી મધર " : માનવ સેવાને વરેલા અને કોમ્યુનીટી મધરનું બિરુદ પામેલા શ્રીમતિ નિલાબેન પરીખનો જન્મ દિવસ ઉજવાયો : યુ.એસ.ના ઓરેન્જ કાઉન્ટીમાં એનાહેમ સ્થિત ગાયત્રી ચેતના સેન્ટરના પ્રાગણમાં કરાયેલી ઉજવણીમાં વિવિધ સંસ્થાઓના અગ્રણીઓએ હાજરી આપી

 દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : યુ.એસ.ના ઓરેન્જ કાઉન્ટીના એનાહેમ સ્થિત ગાયત્રી ચેતના સેન્ટરના પ્રાગણમાં 'કોમ્યુનિટી મધર ' નું બિરૂદ પામેલ શ્રીમતિ નિલાબેન પરીખનો જન્મ દિવસ વિવિધ સંસ્થાઓના અગ્રગણીઓની હાજરીમાં ખૂબજ આનંદપૂર્વક ઉજવાઈ ગયો.

આ પ્રસંગે વિવિધ સંસ્થાના હોદ્દેદારો તથા આગેવાન નાગરીકોએ શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો, જેમાં સુશ્રી ચારુ શ્રીવાત્સવ,સુશ્રી સુરેખા મોદી,સુશ્રી રાધિકા પટેલ,સુશ્રી યાત્રી સુક્લા,સુશ્રી નલિની સોલંકી,શ્રી દેવેન ઠાકર,સુશ્રી અર્પણા હાંડે,શ્રી સુરુ માણેક,શ્રી કેવિન કાન્ડા,શ્રી સુભાષ ટોલીયા,સુશ્રી ઈલા મહેતા,શ્રી કીરીટ મરચન્ટ,શ્રી જગ પુરોહિત,શ્રી ભાનુંભાઈ પંડયા,શ્રી હર્ષદરાય શાહ (પ્રેસ રીપોર્ટર ) શ્રી કાન્તિ મિસ્ત્રી ( પ્રેસ ફોટોગ્રાફર ) અને અન્ય આમંત્રીત મહેમાનોએ ભાવ પૂર્વક શુભેચ્છાઓ પાઠવી.

 શ્રીમતિ નિલાબેન માં બાળપણથી જ માતા પિતા તરફ થી " માનવ સેવા " ના સંસ્કારોનું સીંચન થયું . મુંબઈ બાદ લગ્ન પછી ગુજરાતમાં વસવાટ દરમ્યાન પણ તેમની પ્રવૃતિને કુંટુંબીજનો તરફથી પ્રોત્સાહન મળ્યુ. ૪૦ વર્ષ પહેલાં અમેરીકામાં આવી વસ્યાં પણ તેમને મળેલી પ્રેરણાનો સ્ત્રોત વધુ વેગવંતો બન્યો, સાથી કાર્યકરો તથા સામાજીક સંસ્થાઓ, મંદીરોમાં તેમની પ્રવૃત્તિ વિસ્તારી સૌને જોડવાનું કાર્ય હાથ ધર્યુ, દરેકને યથા શક્તિ મદદ કરી વ્યક્તિત્વના ઉથ્થાનને પ્રેર્યુ.

તેમની પ્રવ્રુત્તિઓમાં ફાઉન્ટન વેલી હોસ્પીટલ, આઈસા સિનીયર ગૃપ,ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલ, ઈન્ડો અમેરીકન હેરીટેજ એસો. ના કારોબારી બન્યા,વિશ્વ હિન્દુ પરિષદ, એનાહેમ સ્કુલ ડીસ્ટ્રીક્ટ,એડલ્ટ ડૅ કૅર ( ADHC ) હિન્દુ ફાઉન્ડેશન,ગ્લોબલ પીસ્ટ ફાઉન્ડેશન, વિવિધ મંદિરોમાં સેવાનો પ્રવાહ વહેતો રાખ્યો.

સંપની ભાવનાને વિસ્તારતાં લોકો વચ્ચે કડી રૂપ બનતાં , કર્મ કરવામાં સક્રીય-ફ્ળની અપેક્ષા વિના સદાય કાર્યરત એવા શ્રીમતી નિલાબેન પોતાના કાર્યોના કારણે  " કોમ્યુનીટી મધર " ના બિરૂદને સાર્થક કરે છે જે અભિનંદનીય છે.

 સૌ સ્મૃતિભેટ મેળવી-પ્રિતિભોજન ને માણી ને તૃપ્તિના સંતોષ સાથે વિરામ પામ્યા. નારીશક્તિના ઉદાહરણ રૂપ શ્રીમતી નિલાબેન ને સૌ તરફથી તેમના જન્મદિનના હાર્દિક અભિનંદન. તેવું શ્રી હર્ષદરાય શાહના માહિતી અને સંકલન સાથે શ્રી કાંતિભાઈ મિસ્ત્રીની યાદી જણાવે છે.

(7:10 pm IST)