Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

રાજકોટમાં આજે 3269 કોરોના યોધ્ધાએ વેકસીન લીધી: 45 સ્થળોએ વેકસીનેસન આપવાની કામગીરી કરવામાં આવી

ફ્રન્ટલાઈન વર્કર્સ અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ ડિપાર્ટમેન્ટ અને રેવન્યુ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓએ વેક્સીન આપવામાં આવી

રાજકોટ: કોરોનાકાળમાં જેમણે અથાગ મહેનત કરી છે તેવા આરોગ્ય કર્મીઓ, મેડીકલ સ્ટાફને પ્રથમ તબક્કામાં કોરોના સામેની વેકસીન આપવામાં આવી છે. દરમ્યાન બીજા તબક્કામાં,  કોરોનાકાળમાં દિવસ-રાત ફરજ બજાવતા રાજકોટ મહાનગરપાલિકા, રેવન્યુ વિભાગ અને પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓને આજે  તા.31ના રોજ કોરોના વેકસીન આપવામાં આવી હતી.

 મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે આજે  સવારે ૦૯:૦૦ વાગ્યે સેન્ટ્રલ ઝોન કચેરી, તેમની ઓફિસ ખાતે કોરોના સામેની વેકસીન લીધી હતી. એવી જ રીતે જિલ્લા કલેક્ટર શ્રી રેમ્યા મોહન, પોલીસ કમિશનર  મનોજ અગ્રવાલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના  ડેપ્યુટી કમિશનરશ્રીઓ, સિટી એન્જિનિયરશ્રીઓ, સહાયક કમિશનરશ્રીઓ, અન્ય કર્મચારીઓ અને સફાઇ કામદારો સહિતના કુલ 3269 ફ્રન્ટલાઇન વર્કર્સ અધિકારીઓ, કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓને આજે તા. ૩૧ ના રોજ કોરોના સામેની વેકસીન આપવામાં આવી હતી.

 દરમ્યાન વેક્સીનેસન અંતર્ગત આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સવારે 9.00 વાગ્યાથી સાંજના  5.00 વાગ્યા સુધી  શહેરમાં 45 સ્થળોએ ઉપરોકત અધિકારીઓ અને કર્મચારીઓને  વેક્સીન આપવાની કામગીરી કરવામાં આવી હતી.

આજે શહેરમાં જે 45 સ્થળોએ વેકસીનેસન આપવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન ઓફીસ, પોલીસ હેડ કવાર્ટર, સિવિલ હોસ્પિટલ,  ગોકુલ હોસ્પિટલ, સિનર્જી હોસ્પિટલ,  સ્ટર્લિંગ હોસ્પિટલ સાઈટ-૧, (૨૨) સ્ટર્લિંગ હોસ્પિટલ, એ.એન.એમ. વોકહાર્ડ હોસ્પિટલ, વોકહાર્ડ હોસ્પિટલ, તેમજ વિવિધ આરોગ્ય કેન્દ્રો સહિતના બૂથ ખાતે વેક્સીનેસનની કામગીરી કરવામાં આવી હતી.

(9:01 pm IST)