Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

શહેરના વ્યવસાય ધારકોને બાકી વેરામાં ૩૧ ડિસેમ્બર સુધી વ્યાજ માફી : મનપામાં અમલ શરૂ

તા. ૩૧ ડિસેમ્બર સુધીમાં જે લોકોએ પોતાના વ્યવસાયની નોંધણી ન કરાવી હોય અને હવે નોંધણી કરાવે તો તેઓને પણ પાછલી વ્યવસાય વેરા બાકીની રકમ પર પણ વ્યાજ માફી મળવા પાત્ર : યોજનાની વિસ્તૃત માહિતી આપતા મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરા

રાજકોટ તા. ૩૧ : મહાનગરપાલિકા દ્વારા સરકારશ્રીના નિર્ણય મુજબતા. ૩૧/૧૨/૨૦૨૨ દરમ્યાન વ્યવસાય વેરો ભરનાર નાગરિકોને વ્યાજ માફી યોજના અમલમાં રહેશે તેમજ તા. ૩૧ ડિસેમ્બર સુધીમાં જે લોકોએ પોતાના વ્યવસાયની નોંધણી ન કરાવી હોય અને હવે નોંધણી કરાવે તો તેઓને પણ પાછલી વ્યવસાય વેરા બાકીની રકમ પર પણ વ્યાજ માફી મળવા પાત્ર છે તેમ મેયર ડો. પ્રદિપ ડવ,સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું.

વ્યવસાયવેરાની ગુજરાત રાજય વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગાર વેરા અધિનિયમ, ૧૯૭૬ હેઠળ વસુલાત કરવામાં આવે છે. વર્ષ ૨૦૦૬ સુધી વ્યવસાયવેરાની નોંધણી અને વસુલાત રાજય વેચાણવેરા વિભાગ દ્વારા કરવામાં આવતી હતી. ૧૯૭૬નાં સદરહુ અધિનિયમ હેઠળ વેરો લેવાના અને વેરાની વસુલાતના હેતુ માટે વસુલાત એજન્ટ તરીકે મુંબઈ પ્રોવિન્શિયલ મ્યુનીસીપલ કોર્પોરેશન અધિનિયમ, ૧૯૭૬ હેઠળ રચાયેલ મ્યુનીસીપલ કોર્પોરેશનની નિમણુંક તા.૨૦ સપ્ટેમ્બર ૨૦૦૬ રોજ કરવામાં આવી. જે અન્વયે વ્યવસાયવેરાની નોંધણી અને વસુલાતની કામગીરી કરવામાં આવે છે.

મહાનગરપાલિકા વ્યવસાયવેરા વિભાગ દ્વારા બિનનોંધાયેલ વ્યવસાયિકોની નોંધણી વખતે મોડા રજીસ્ટ્રેશન બદલ તેમજ નોંધાયેલ વ્યવસાયિકોની મોડી વસુલ આવતી રકમ પર અલગથી હાલ કોઈપણ પ્રકારનો દંડ કે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવતી નથી પરંતુ મોડા રજીસ્ટ્રેશન બદલ વ્યવસાય શરૂ કર્યાની તારીખથી તેમજ નોંધાયેલ વ્યવાસાયીકોના બાકી સમયગાળાના વ્યવસાયવેરા પર વાર્ષિક ૧૮%નાં દરે સાદું વ્યાજ વસુલ કરવામાં આવે છે.

ગુજરાત સરકારનાં નાણા વિભાગ દ્વારા વ્યવસાયવેરાની વસુલાત માટે વ્યવસાયવેરામાં નોંધાયેલા તેમજ બિનનોંધાયેલ વ્યવસાયિકો અને નીયોકતાઓ (એમ્પ્લોયર) માટેઙ્ગતા. ૩૧ ડિસેમ્બર સુધી વ્યવસાય વેરા સમાધાન યોજના ૨૦૨૨ અમલમાં મૂકવામાં આવેલ છે.

સમાધાન યોજના કુલ મુખ્ય ૨ ભાગ : વ્યવસાય કર્તા અને નિયોકતા એમ કુલ ૨(બે) ભાગમાં જોગવાઈ કરવામાં આવેલ છે.આ યોજનાના અમલીકરણમાં એકસુત્રતા જળવાઈ તે હેતુસર માર્ગદર્શક સૂચનાઓરાજકોટ મહાનગરપાલિકાના હુકમથી આપવામાં આવેલ છે. મુખ્ય જોગવાઇઓ આ મુજબ છે.

૧.અનુભવે જણાયું છે કે જે વ્યવ્સાયકર્તા/નિયોકતાઓ રાજકોટ મહાનગર્પાલિકની વ્યવસાય વેરા શાખામાં નોંધણી કરાવેલ છે અને નોંધણી નંબર ધરાવે છે,અચૂકપણે તેઓને લગત માહિતી જેવી કેપેઢીનાં માલિક,એડ્રેસ,ધંધાનું માલિકી માળખું,કર્મચારીઓની સંખ્યા,વ્યવસાયનો પ્રકાર,જીએસટી નંબર વિગેરે સમયાંતરે ફેરફાર થયેલ હોય છે. આ માહિતી રાજકોટ મહાનગરપાલિકાનાં રેકર્ડ પર અપડેટ થવા જરૂરી હોય,વોર્ડ ઓફિસ ખાતેનિયત વ્યવસાયને લાગુ પડતાં હોય તે 'KYCદસ્તાવેજો જમા કરાવવાના રહેશે. જેથી કરીને વ્યવસાયકર્તાની અપડેટેડ માહિતી રેકર્ડ પર નોંધાઈ શકે.'

૨.જે વ્યવ્સાયકર્તા/નિયોકતાઓએ નોંધણી નંબર (PEC અથવાPRC નંબર) મેળવેલ નથી,તેઓએ નોંધણી માટે જરૂરી દસ્તાવેજો સાથે નિયત ફોર્મ ભરી વોર્ડ ઓફિસે રજૂ કરવાના રહેશે. જેનાં પરથી તેઓની જરૂરી નોંધણી કરી આગળની કાર્યવાહી થઈ શકશે.

૩.ધણી કરાયેલ તમામ PEC-PRC બર - પ્રોપર્ટી નંબર (મિલકત વેરા ઘર નંબર) સાથે લિન્ક કરવામાં આવશેજેથી કરીને કોઈપણ અરજદાર નાણાકીય વર્ષની શરૂઆતમાં મિલકત વેરા ચુકવણી સાથે,હવે પછીથી વ્યવસાય વેરાની ચુકવણી પણ ઓનલાઈન કરી શકશે.

૪. વ્યવસાય વેરા સમાધાન યોજના તા. ૩૧ ડિસેમ્બર સુધી અમલમાં રહેનાર છે. આ સમય દરમિયાન કોઈપણ વ્યવસાય વેરા પાત્ર વ્યવસાય કર્તા/નિયોકતા જેમણે નોંધણી કરાવી હોયપરંતુબાકી વેરાનું ચૂકવણું કરેલ ન હોય. અથવા કોઈપણ વ્યવસાય વેરા પાત્ર વ્યવસાય કર્તા/નિયોકતા જેમણેનોંધણી પણ કરાવેલ નથી,બંને પ્રકારનાં આસામીઓ,આ સમય મર્યાદામાં બાકી વેરો ચૂકવી,આ યોજનાનો લાભ નિયત તારીખમાં લઈ શકશે. તા. ૩૧ ડિસેમ્બર બાદ આ યોજના અમલમાં રહેશે નહીં અને નિયત વ્યાજ વસૂલવા પાત્ર રહેશેજેની તમામ લોકોએ નોંધ લેવી.

૫. વ્યવસાય વેરા સમાધાન યોજનાની તમામ કામગીરી લગત વોર્ડ ઓફિસ કક્ષાએથી કરવામાં આવનાર છે. જેથી આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક તમામ લોકોએ નિયત દસ્તાવેજો સાથે લગત વોર્ડનાં વોર્ડ ઓફિસરને અરજી કરવાની રહેશે.(

(4:38 pm IST)