Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

ગિરદીમાં જઇ મોબાઇલ ચોરતાં પારડીનો ભાવેશ અને તેનો ભાઇ રાહુલ ઝડપાયા

ક્રાઇમ બ્રાંચે પકડી પાંચ ફોન કબ્જે કર્યાઃ ઍભલભાઇ બરાલીયા, મહેશભાઇ ચાવડા અને હરપાલસિંહ જાડેજાની બાતમીઃ પીઍસઆઇ ઍ. ઍસ. ગરચરની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૧: શહેરમાં અલગ અલગ સ્થળોઍ કે જ્યાં વધુ ગિરદી રહેતી હોઇ ત્યાં જઇ લોકોની નજર ચુકવી મોબાઇલ ફોન સેરવી લેવાની ટેવ ધરાવતાં શાપરના પારડી ગામમાં શિતળા માતાના મંદિર પાસે રહેતાં ભાવેશ ઉર્ફ ભાવલો ભલાભાઇ રાઠોડ (દેવીપૂજક) (ઉ.વ.૨૦) તથા તેના ભાઇ રાહુલ ભલાભાઇ રાઠોડ (ઉ.૧૯)ને ક્રાઇમ બ્રાંચની ટીમે લોહાનગર મફતીયાપરામાંથી પકડી લઇ તેણે ચોરીથી મેળવેલા રૂ. ૫૫ હજારના પાંચ મોબાઇલ ફોન કબ્જે લેવામાં આવ્યા છે.
આ બંને ભાઇ પાસેથી સેમસંગ ઍમ-૧૨, સેમસંગ બ્લુ રંગનો ઍ-૫૨, વીવો સિલ્વર કલરનો ૬૦ પ્રો, સેમસંગ ઍ-૫૨ બ્લુ રંગનો વધુ ઍક ફોન તથા વીવી બ્લુ-પર્પલ રંગનો વી-૨૧ મોડેલના ફોન કબ્જે થયા છે. તે સાથે યુનિવર્સિટી પોલીસ, માલવીયાનગર પોલીસના બે ફોન ચોરીના ગુના પણ ડિટેક્ટ થયા છે. 
ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ઍસીપી ક્રાઇમ બી. બી. બસીયાની રાહબરીમાં પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ ઍલ. ઍલ. ચાવડા, પીઆઇ બી. ટી. ગોહિલની સુચના મુજબ પીઍસઆઇ ઍ. ઍસ. ગરચરની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ઍભલભાઇ બરાલીયા, મહેશભાઇ ચાવડા અને હરપાલસિંહ જાડેજાની બાતમી પરથી આ કામગીરી થઇ હતી.

(11:50 am IST)