Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

ઓખા-બેટ દ્વારકાની હોડી બાબતેસુરક્ષા લેવા મુખ્‍યમંત્રીને વકીલનો પત્ર

રાજકોટ તા. ૧: એડવોકેટ શ્રી પી. એચ. પનારાએ મુખ્‍યમંત્રીને પત્ર લખેલ છે.

મોરબીમાં તા. ૩૦-૧૦-ર૦રર ના રોજ થયેલ ઝુલતો પુલ બન્‍યો મોતનો પુલ અને લગભગ ૧૪૩ લોકોના મૃત્‍યું થયેલ છે.

દ્વારકા જીલ્લાના ઓખા તાલુકામાં ઓખાથી બેટ દ્વારકામાં હોડીઓ ચાલે છે. સદરહું હોડીમાં ૧પ૦ થી ર૦૦ માણસોને લઇ જાય છે. હોડીમાં સુરક્ષા અંગે કોઇ પ્રાવધાન નથી. કોઇ હોડીને અકસ્‍માત થાય તો મોરબીમાં તા. ૩૦-૧૦-ર૦રરના રોજ થઇ તેવી દુર્ઘટના બની શકે તેમ છે. જેથી કરીને હોડી તાત્‍કાલીક અસરથી બંધ થવી જોઇએ અને જયાં સુધી દરેક વ્‍યકિતને સુરક્ષા ગાર્ડ પહેરવામાં ન આવે ત્‍યાં સુધી હોડીઓ બંધ કરાવવા શ્રી પનારા એ જણાવ્‍યું છે.

(12:11 pm IST)