Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

જીવદયા ગ્રુપ તથા બાપા સીતારામ ગૌ સેવા મંડળ દ્વારા ૧૯૧ મણ ઘાસચારો અર્પણ

મોરબી પાંજરાપોળ ખાતે બ્રીજ દુર્ઘટનાના મૃતકોના આત્મશ્રેયાર્થે નવકાર મંત્રનું પઠન અને પ્રાર્થના કરી બે મિનિટ મૌન પાળવામાં આવ્યું

રાજકોટ,તા.૧: દિવાળી અને લાભપાંચમના સપરમાં  તહેવારોમાં સમગ્ર દેશમાં પવિત્ર તહેવાર ઉજવાઇ રહ્યા હતા. લોકો એક બીજાને નવા વર્ષની શુભેચ્છાઓ આપી રહ્યા હતા. સમગ્ર દેશ અને ગુજરાતના લોકોને મોરબીના ઝુલતા પુલની હોનારતે હચમચાવી નાખ્યા. કૈક  નવા વર્ષના  અરમાનો સાથે ફરવા નીકળેલા અને ઝુલતા પુલને માણવા નીકળેલા લોકોને ખબર નહિ  કે આવી ગોઝારી ઘટના બનશે.  અને ૧૫૦ લોકો  મૃત્યુના મુખમાં ઘકેલાય જશે.

આ ઘટનામાં સમગ્ર ગુજરાત રાહત કાર્યમાં પોતાનુ યોગદાન આપી રહ્યો છે.  ત્યારે અકાળે અવસાન પામેલા લોકો ના આત્માના શ્રેયાર્થ માટે રાજકોટ શહેરમાં જીવદયાની પ્રવૃતિ કરતા જીવદયા ગ્રુપના સર્વે ખૂબ દુઃખની લાગણી અનુભવે છે. અને મૃત્યુ પામનાર પરિવારજનો ના આત્મજન  બની તેમના દુઃખમાં સહભાગી થયા છે. જયારે એક જ પરિવારમાંથી બે થી લઇ બાર બાર વ્યકિત ચાલી ગઇ છે ત્યારે જીવદયા ગ્રુપ રાજકોટ તેમના આત્માને પરમાત્મા શાંતિ આપે  તે પ્રાર્થના  સાથે મોરબીની મહાજન પાંજરાપોળ  સંચાલકનો સંપર્ક કરી તેના ૪૦૦૦ અબોલ જીવોને રાજકોટથી ૧૯૧ મણ ઘાસચારો મોકલી મૃત્યુ પામનારાને શ્રધ્ધાંજલી પાઠવી છે. જીવદયા ગ્રુપ તથા બાપા સીતારામ ગૌ સેવા મંડળ દ્વારા બે મિનિટ મૌન પાળી નવકાર મંત્રનું પઠન કરી મૃતક પરિવાર પ્રત્યે પોતાને સહાનુભૂતિ પાઠવેલ હતી.

(4:03 pm IST)