Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

રાજકોટના કલ્પેશ મહેતાને મુખ્યમંત્રીના હસ્તે પીએસઆઇ તરીકે પસંદગી પત્ર અપાયો

ગુજરાત રાજય પોલીસ દળમાં પો. સ. ઇ. (વાયરલેસ) એ વર્ગની જગ્યાઓ ભરવા અધ્યક્ષશ્રી ટેકનિકલ ભરતી બોર્ડ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ. જાહેરાત અન્વયે ભરતી પ્રક્રિયાના અંતે રાજકોટના શ્રી કલ્પેશ મુકેશભાઇ મહેતાને પોલીસ સબ ઇન્સ. (વાયરસેલ) તરીકે પસંદગી પામેલ જેઓને  ચારીત્રય વેરીફીકેશન મેડીકલ ચકાસણીની કાર્યવાહી પુર્ણ થયા બાદ મુ.મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી, ડીજીપીની ઉપસ્થિતિમાં પી. એસ. આઇ. તરીકે પસંદગી પત્ર શ્રી કલ્પેશ મહેતાને એનાયત કરાયો હતો. જે તસ્વીરમાં નરજે પડે છે. (અહેવાલ : વિનુ જોષી જુનાગઢ)

(4:08 pm IST)