Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

તુ હવે મને ગમતી નથી અહીથી જતી રહે કહી શિલ્પા પાધરેસાને પતિ મનીષનો ત્રાસ

મોરબી રોડ ઉત્સવ સોસાયટીમાં રહેતી પરિણીતાની બીડીવીઝન પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા.૧: મોરબી રોડ જકાતનાકા પાસે ઉત્સવ સોસાયટીમાં રહેતી પરિણીતાને પતિ ઘરકામ બાબતે તેમજ તુ મને ગમતી નથી અહીથી જતી રહે કહી શારીરિક માનસીક ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ મોરબી રોડ પર ઉત્સવ સોસાયટી શેરી નં.ર, બ્લોક નં.૨૭માં હસુભાઇ સગરના મકાનમાં ભાડે રહેતી શીલ્પા મનીષ પાધરેસા(ઉ.૨૬)ને બી–ડીવીઝન પોલીસ મથકમાં પતિ મનીષ રામજીભાઇ પાધરેસા સામે ફરિયાદ નોîધાવી છે. શીલ્પા પાધરેસાઍ ફરિયાદમાં જણાવ્યુ છે કે પોતાના માતાપિતા બીહારના પચલક ગામમાં રહે છે. પોતાના ચાર વર્ષ પહેલા મનીષ પાધરેસા સાથે પ્રેમલગન્ થતા હતા. બંને અલગ–અલગ જ્ઞાતીના હોઇ તેથી પોતાના માતા–પિતા પોતાની સાથે બોલતા ન હોઇ, તેથી લગન્બાદ બંને અલગ રહેતા હતા. લગન્જીવન દરમયાન પોતાને સંતાનમાં ઍક પુત્રની પ્રાપ્ત થઇ હતી. લગન્ના ઍક અઠવાડીયા બાદથી જ પતિ નાની–નાની ઘરકામ બાબતે પોતાને માર મારતો હતો. પોતે તેનો વિરોધ કરે તો કહેતો કે તું મને ગમતી નથી અહીથી ચાલીજા કહી ઝઘડો કરતો હોઇ જેથી કંટાળી જઇ પોતે કચ્છ ખાતે પોતાની બહેનપણીના ઘરે જતી રહેલ બાદ પોતે પરત પોતાના ઘરે આવ્યા બાદ પતિને સમજાવતા પતિઍ ઍકદમ ઉશ્કેરાઇ જઇ ઝઘડો કરી મારમાર્યો હતો. બાદ પોતે બી–ડીવીઝન પોલીસમથકમાં ફરિયાદ નોîધાવતા હેડકોન્સ.કે.કે.નિકોલાઍ તપાસ હાથધરી છે.

 

(4:08 pm IST)