Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

બ્રહ્મદેવ સમાજ રાજકોટ દ્વારા રવિવારે સ્નેહમિલનઃ ડોકયુમેન્ટરી ફિલ્મ બતાવાશે

રાજકોટઃ આગામી તા.૬/૧૧ રવિવારે બ્રહ્મદેવ સમાજ રાજકોટ દ્વારા સ્નેહમિલનનું આયોજન પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ (રૈયા રોડ) ખાતે બપોરના ૩ થી ૭ યોજાશે.

આ કાર્યક્રમમાં બ્રહ્મસમાજમાં ત્રીસ વર્ષથી સેવા આપનાર પાંચ સામાજીક કાર્યકરોના સન્માનની સાથે વર્ષ દરમિયાન થયેલ કામો ડોકયુમેન્ટરી ફિલ્મ બતાવાશે અને બ્રહ્મ સમાજના વિવિધ ક્ષેત્રમાં અગાઉ સ્થાન મેળવનારને સન્માનીત કરાશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા મીનલભાઈ શુકલના માર્ગદર્શન મુજબ કન્વીનર જીજ્ઞેશભાઈ ત્રિવેદી, મનોભાઈ રાજગોર, નવજીત ભટ્ટ, હર્ષભાઈ રાવલ અને મહિલા પાંખના જાગૃતીબહેન, ધર્મિષ્ઠાબહેન, હીરલબહેન સહિત બ્રહ્મદેવ સમાજની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

પાસ તેમજ વધુ માહિતી માટે જીજ્ઞેશભાઈ ત્રિવેદી મો.૭૩૫૯૨ ૯૩૪૧૬, વિપુલભાઈ જાની મો.૯૦૯૯૯ ૪૬૯૧૧નો સંપર્ક કરવો.

(4:25 pm IST)