Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

૬ાા વર્ષની બાળા પર સગા માસાનું દુષ્કર્મ

શાપર-વેરાવળમાં મોબાઇલ જોવા આપુ છુ તેમ કહી બાળાને ફોસલાવી ઓરડીમાં લઇ જઇ માસા વિક્રમ મકવાણાએ ન કરવાનું કૃત્ય કર્યુઃ વિક્રમને પોલીસે ઝડપી લઇ હવસનું ભુત ઉતાર્યુ : આરોપી વિક્રમની પત્ની બે પુત્રી સાથે જેતપુર મજુરી કામ કરે છે અને ત્યાં જ રહે છેઃ વિક્રમ એકલો હોય હવસનો કિડો સળવળ્યો અને સાળીની પુત્રીને શિકાર બનાવીઃ પકડાયેલ વિક્રમ સામે ફિટકાર

રાજકોટ, તા., ૨: શાપર-વેરાવળમાં ૬ાા વર્ષની માસુમ બાળા પર સગા માસાએ જ દુષ્કર્મ ગુજારતા ચકચાર જાગી છે. પોલીસે ગણતરીના કલાકોમાં માસાને પકડી પાડી તેનું હવસનું ભુત ઉતારી નાખ્યુ હતું.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર-વેરાવળમાં એસઆઇબીસી રોડ ઉપર શાંતિધામ નજીક આવેલ જલગંગા નામના કારખાનાની ઓરડીમાં રહેતા પરિવારની ૬ાા વર્ષની બાળા પર તેના સગા માસા વિક્રમ ઠાકરશીભાઇ મકવાણા (ઉ.વ.૪૦)એ દુષ્કર્મ ગુજાર્યુ હતું. બનાવ અંગે ભોગ બનનાર બાળાની માતાને જાણ થતા પોલીસમાં તેના બનેવી વિક્રમ મકવાણા (ઉ.વ.૪૦) સામે ફરીયાદ કરતા શાપર-વેરાવળના પીએસઆઇ કુલદીપસિંહ ગોહીલ તથા સ્ટાફે ગણતરીના કલાકોમાં આરોપી વિક્રમ મકવાણાને ઝડપી લઇ હવસનું ભુત ઉતારી નાખ્યું હતું.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ભોગ બનનાર બાળાનો પરિવાર તથા તેના માસા આરોપી વિક્રમ મકવાણા કારખાનાની ઓરડીમાં સામ-સામે જ રહે છે. રાત્રે ૯.૩૦ વાગ્યા આસપાસ ભોગ બનનાર બાળાની માતા ઓરડીની છત ઉપર કોઇ સાથે ફોન ઉપર વાત કરતી હતી અને નીચે ૬ાા વર્ષની બાળા એકલી રમતી હોય સામે જ ઓરડીમાં એકલા રહેતા માસા વિક્રમ મકવાણાના મગજમાં હવસનો કિડો સળવળ્યો હતો. સામે રમતી બાળાને મોબાઇલ જોવાની લાલચ આપી ફોસલાવી તેની ઓરડીમાં લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યુ હતું.

આરોપી વિક્રમ મકવાણાની પત્ની બે પુત્રીઓ સાથે છેલ્લા ૭ દિવસથી જેતપુર મુકામે મજુરી કામે ગઇ છે અને ત્યાં જ રહે છે. આરોપી વિક્રમ મકવાણાની સાળી પણ ત્યાં જ ઓરડીમાં સામે રહે છે અને તેની માસુમ પુત્રીની એકલતાનો લાભ લઇ દુષ્કર્મ ગુજાર્યુ હતું.

૬ાા વર્ષની બાળા પર દુષ્કર્મ ગુજારનાર સગા માસા પર ફિટકાર વરસી રહયો છે.

(2:08 pm IST)