Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

નંદી પાર્કમાં ટ્યુશન કલાસ ચાલુ કરતાં શિક્ષક સામે ગુનોઃ ધરપકડ

કયાં ખબર હતી કે છાત્રોને ભણાવવા એ પણ ગુનો ગણાશે?! : યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી કેતનભાઇ વિરૂધ્ધ કાર્યવાહી કરી

રાજકોટઃ કોરોના અંતર્ગતના પોલીસ કમિશનરશ્રીના જાહેરનામા મુજબ ટ્યુશન કલાસ ચાલુ કરવાની હજુ છુટ આપવામાં આવી નથી. આમ છતાં નંદી પાર્ક મેઇન રોડ ગેલેકસી સ્વીમિંગ પુલની સામે આવેલા દિપ કોમ્પલેક્ષમાં લક્ષ્ય ગ્રુપ ટ્યુશના નામના કોચીંગ કલાસના સંચાલક શિક્ષક કેતનભાઇ દેવજીભાઇ ઠક્કર (ઉ.વ.૫૦-રહે. શિતલ એપાર્ટમેન્ટ-૪૦૨, એસ્ટ્રોન ચોક)એ આઠ છાત્રોને વર્ગમાં બોલાવી શિક્ષણ કાર્ય ચાલુ કરી દેતાં આ અંગેની માહિતી મળતાં આજીડેમ પીઆઇ એ. એસ. ચાવડાની રાહબરીમાં  પીએસઆઇ એ. બી. જાડેજા, હેડકોન્સ. રાજેશભાઇ મિંયાત્રા, હરપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ડોડીયા, જયંતિગીરી ગોસ્વામી, મુકેશભાઇ ડાંગર, અજયભાઇ ભુંડીયા, કૃષ્ણદેવસિંહ ઝાલા સહિતે આ કાર્યવાહી કરી હતી. દસેક દિવસથી ટ્યુશન કલાસ ચાલુ કર્યા હતાં. સવારે છાત્રોને બોલાવી ત્રણેક કલાક ભણાવતા હતાં.

(3:33 pm IST)