Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

રાજકોટના આંગણે ફરી એક વખત આવી રહ્યું છે ‘સપ્‍ત સંગીતિ-૨૦૨૩'

કલારસિકોને શાષાીય કલાના સૂર, તાલ અને નૃત્‍યથી રસતરબોળ કરશે : શાષ્ત્રીય સંગીતની ધરોહર સમી દિગ્‍ગજ પ્રતિભાઓ પંડિત હરિપ્રસાદ ચૌરસીયા, પંડિત ઉલ્‍હાસ કશાલકર અને ઉસ્‍તાદ નિશાત ખાનને માણવાનો અમુલ્‍ય અવસરઃ નીઓ રાજકોટ ફાઉન્‍ડેશન દ્વારા જાન્‍યુઆરીમાં આયોજન : વિનામૂલ્‍યે પાસ મેળવવા સંસ્‍થાની વેબસાઈટ www.saptasangeeti.org પર રજીસ્‍ટ્રેશન શરૂ

રાજકોટઃ છેલ્લા બે વર્ષ સમગ્ર વિશ્વ માટે કપરો સમય રહ્યો હતો. જેમાં નીઓ રાજકોટ ફાઉન્‍ડેશન દ્વારા પ્રસ્‍તુત કરાતા સપ્ત સંગીતિ સમારોહને પણ લોકડાઉન અને સોશીયલ ડીસ્‍ટન્‍સીંગને લક્ષમાં રાખી ઓનલાઇન કે વર્ચ્‍યુઅલ યોજવામાં આવ્‍યા હતા. પરંતુ હવે પરિસ્‍થિતિ પુનઃ સામાન્‍ય થતા ફરી નીઓ રાજકોટ ફાઉન્‍ડેશન શાષાીય ગાયન, વાદન અને નૃત્‍યના મહોત્‍સવ પ્રસ્‍તુત કરવા જઈ રહ્યો છે.

 રાજકોટની કલા રસીક જનતાની આતુરતાના અંત સાથે તથા રાજકોટની કલાપ્રિય શહેરીજનોના રસ અને રૂચિને સંતોષવાના હેતુથી, સામાજીક પ્રવૃતિઓને વરેલી સંસ્‍થા, નીઓ રાજકોટ ફાઉન્‍ડેશન દ્વારા કલા આધારીત રંગા-રંગ મહોત્‍સવ ‘સપ્‍ત-સંગીતિ-૨૦૨૩'ની પાંચમી આવૃતિના આયોજનની તૈયારીઓ જોરશોરથી શરુ કરી દેવામાં આવી છે. જેમા જાન્‍યુઆરી ૨૦૨૩ ના પ્રથમ સપ્તાહ દરમિયાન રાજકોટના હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે દેશના ખ્‍યાતિ-પ્રાપ્ત અને અગ્ર પંકિતના કલા-સાધકો પોતાની કલા રજુ કરશે.

સમાજ સેવા તથા રચનાત્‍મક કાર્યના પ્રકલ્‍પોને કંઇક અનોખી રીતે કરી છુટવાના ધ્‍યેયથી રચાયેલ નીઓ રાજકોટ ફાઉન્‍ડેશન છેલ્લા સાત વર્ષોથી લગાતાર રાજકોટની કલાની કદરદાન પ્રજાને શાષાીય કલાના સુર, તાલ અને નૃત્‍યથી તરબોળ કરી રહી છે, જેમાં વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨ દરમિયાન પ્રસ્‍તુતી વર્ચ્‍યુઅલ કરવામાં આવી હતી જયારે ચાર વર્ષ પ્રત્‍યક્ષ કાર્યક્રમોના આયોજન કરાયા હતા. જે હવે ફરી પ્રત્‍યક્ષ રુપથી શરુ થશે, જેમાં ૨૦૨૩ ના નૂતન વર્ષે પાંચમી વખત ખ્‍યાતનામ કલાકારોની કલા માણવાની તક સૌરાષ્ટ્રના નાગરીકોને મળવા જઈ રહી છે.

સપ્ત સંગીતિની સાત વર્ષની સફરમાં કલારસીકો જાણે છે તેમ, બેગમ પરવીન સુલતાના, સુશ્રી કૌશીકી ચક્રબર્તી, ઉસ્‍તાદ શાહિદ પરવેઝ, ઉસ્‍તાદ રશીદ ખાન, સુ.શ્રી. ડો. એન. રાજમ, સુ.શ્રી. શુભા મુદગલ, ઉસ્‍તાદ ફઝલ કુરેશી, પં. રાજન અને સાજન મીશ્રા, શ્રી અજોય ચક્રવર્તી, ડો. અશ્વિની ભીડે દેશપાંડે, શ્રી પુરબયાન ચેટરજી, શ્રી ગુંડેચા બ્રધર્સ, શ્રી રોનુ મજુમદાર જેવા દેશના દિગ્‍ગજ કલાકારોની કલાનો રસાસ્‍વાદ લેવાનો મોકો પ્રાપ્ત થયો હતો. ઉપરાંત સપ્ત સંગીતિ ૨૦૨૦ માં રાજકોટની જનતાને પદ્મવિભુષણ પંડિત શ્રી જસરાજજીને રૂબરૂ સાંભળવાની અવિસ્‍મરણીય અને ઐતિહાસિક તક હોવાનું યાદીમાં જણાવાયું છે.

આ ઉપરાંત સપ્ત સંગીતિની દર વર્ષની પરંપરા મુજબ સ્‍થાનિક ઉભરતી યુવા પ્રતિભાઓને પણ કલા મંચનો ભાગ બનવાનું સૌભાગ્‍ય પ્રાપ્ત થશે. જેમાં આ વર્ષે સાત જેટલા આપણા શહેર અને વિસ્‍તરના ઉભરતા કલાકારોને પોતાની કલા રજુ કરવાનો અવસર મળવાનો છે. જેમાં પરમ કથ્‍થક કેન્‍દ્ર દ્વારા સમુહ નૃત્‍ય, સુશ્રી અંકીતા જાડેજા દ્વારા એકાંકી નૃત્‍ય, શ્રી અનુજ અંજારીયા દ્વાર સંતુર વાદન, શ્રી સપન અંજારીયા દ્વારા તબલા વાદન, નાદસ્‍વરમ ગ્રુપ દ્વારા શાષાીય કંઠય સંગીત, શ્રી ચેતન રાઠોડ દ્વારા બાંસુરીવાદન, સુશ્રી કૌશર હાજી અને શ્રી પલાશ ધોળકીયા દ્વારા શાષાીય કંઠય સંગીત પ્રસ્‍તુત કરવામાં આવશે.

દર વર્ષની માફક તમામ કાર્યક્રમો શ્રોતાઓ માટે નિઃશુલ્‍ક રહેશે. કાર્યક્રમના પાસ મેળવવા માટે સંગીત રસીકો માટે ‘સપ્ત સંગીતિ'ની વેબસાઈટ www.saptasangeeti.org પર નિઃશુલ્‍ક રજીસ્‍ટ્રેશનની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. જેમાં વહેલા તે પહેલાના ધોરણે પાસ આપવામાં આવશે.

આ સઘળા આયોજન નો યશ નીઓ રાજકોટ ફાઉન્‍ડેશનના ડિરેકટર શ્રીઓને તેમજ સ્‍વયં સેવકોની સમર્પિત ટીમને જાય છે. જેમા સર્વે ડિરેકટર શ્રીઓ, શ્રી પરાક્રમસિંહ જાડેજા, શ્રી મુકેશભાઇ શેઠ, શ્રી અરવિંદભાઇ પટેલ, શ્રી દીપકભાઇ રીંડાણી, શ્રી વિક્રમભાઇ સંઘાણી, શ્રી હિરેનભાઇ સોઢા અને શ્રી અતુલભાઇ કાલરિયા સેવાઓ આપે છે અને સમગ્ર સંચાલનમાં ખડે પગે યોગદાન આપતા હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

 

કાર્યક્રમની રૂપરેખા

‘સપ્ત સંગીતિ ૨૦૨૩'માં દિગ્‍ગજ અને આંતરરાષ્ટ્રિય ખ્‍યાતિ પ્રાપ્ત કલાકારો સતત સાત દિવસ સુધી પોતાની કલા દ્વારા સૌરાષ્ટ્રની કલાચાહક જનતાને તરબતર કરવા આવી રહ્યા છે. તા ૦૨ જાન્‍યુઆરીના રોજ સુશ્રી શિંજિંની કુલકર્ણી દ્વારા કથ્‍થક નૃત્‍ય, તા. ૦૩ ના રોજ સુશ્રી રુતુજા લાડ અને સુશ્રી અવંતિ પટેલ દ્વારા ઠુમરી અને દાદરા પ્રસ્‍તુત કરવામાં આવશે. તા. ૦૪ ના રોજ રવિ ચારી ક્રોસીંગનું ફયુઝન બેન્‍ડ માણવા મળશે. તા.૫ના રોજ ઉસ્‍તાદ નિશાત ખાનનું સિતાર વાદન, તા.૬ના રોજ પં. ઉલ્‍હાસ કશાલકરનું શાષાીય કંઠય સંગીત માણવા મળશે. તા.૭ જાન્‍યુઆરીના રોજ વાયોલીન વાદકની ત્રિપુટી જેમાં સુશ્રી સંગીતા શંકર, સુશ્રી રાગિનિ શંકર અને સુશ્રી નંદિનિ શંકર દ્વારા વાયોલીન પર શાષાીય સંગીતની પ્રસ્‍તુતી કરાશે. સમારોહના આખરી દિવસે એટલે કે ૦૮ જાન્‍યુઆરીના રોજ દેશમાં અગ્રીમ સ્‍થાન ધરાવતા પંડિત હરિપ્રસાદ ચૌરસિયાજીની બાંસુરીવાદન સાંભળવાની અમૂલ્‍ય તક સાંપડશે. આ તમામ દિગ્‍ગજ કલાકારોની સાથે સંગત કરવા ખ્‍યાતનામ સાથી કલાકારો પણ જોડાશે.

(3:51 pm IST)