Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

કૃષિ ક્ષેત્રે અવનવી પધ્ધતિ અપનાવી ભાજપ સરકારે દેશને નવી દિશા આપી : ભરતભાઇ શીંગાળા

શહેર ભાજપ કિસાન મોરચાની કારોબારી બેઠકમાં માર્ગદર્શન

રાજકોટ,તા. ૪ : ગુજરાત પ્રદેશ ભાજપની યોજના અનુસાર હાલ તમામ જિલ્લા-મહાનગરોમાં કિસાન મોરચાની કારોબારી બેઠક યોજાઇ રહી છે તે અંતર્ગત રાજકોટ મહાનગર ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ કિસાન મોરચાના પ્રમુખ ભરતભાઇ શીંગાળા, મહામંત્રી રસિકભાઇ પટેલ, યોગેશ ભુવાની આગેવાનીમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ કિસાન મોરચાની કારોબારી બેઠક યોજાઇ હતી.

આ કારોબારી બેઠકમાં કિસાન મોરચાના શહેર હોદેદારો, તમામ વોર્ડના કિસાન મોરચાના વોર્ડપ્રમુખ-મહામંત્રી અને કારોબારી સભ્ય ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં માર્ગદર્શન આપતા ભરતભાઇ શીંગાળાએ જણાવેલ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી રાજ્યની ભાજપ સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે અનેક લોકકલ્યાણલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. અને ખેડૂત હિતલક્ષી નીતિ અપનાવાઇ છે ત્યારે રાજ્યની ભાજપ સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રે અવનવી પધ્ધતિ અપનાવી દેશનને નવી દિશા આપી છે.

ખેડૂતોના હિત માટે કાર્ય કરતી ભાજપ સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓની માહિતી ખેડૂતો સુધી પહોંચે અને તે માટે માર્ગદર્શન પુરૂ પાડેલ. તેમજ આગામી સમયમાં આવતી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કિસાન મોરચોનું વધુ સુદઢ અને મજબુત બને તે દિશામાં કિસાન મોરચાના કાર્યકર્તાઓને માર્ગદર્શન પુરૂ પાડેલ.

આ કિસાન મોરચાની કારોબારી બેઠકમાં સંચાલન અને વ્યવસ્થા શહેર ભાજપ કિસાન મોરચાના મહામંત્રી રસિકભાઇ પટેલ, યોગેશ ભુવાએ અંતમાં આભારવિધિ કિસાન મોરચાના કોષાધ્યક્ષ રમેશભાઇ ઉંઘાડએ કરી હતી.

બેઠકમાં શહેર ભાજપ કિસાન મોરચાના જગદીશભાઇ કણાસાગરા, યોગરાજસિંહ જાડેજા, સુરેશભાઇ બોઘાણી, મહેશભાઇ સાકરીયા, રાજનભાઇ સિંધવ, વિઠ્ઠલભાઇ અંભગી, રસીકભાઇ સાવલીયા, દિનેશભાઇ લીબાસીયા, અતુલભાઇ પોકર, રમેશભાઇ ઉઘાડ, મહેશભાઇ પીપળીયા સહિતના હોદ્દેદારો તેમજ વોર્ડના કિસાન મોરચાના વોર્ડપ્રમુખ, મહામંત્રી અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

(3:48 pm IST)