Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

વિજયભાઈ રૂપાણીના જન્‍મદિનની સેવામય ઉજવણીઃ મહાપૂજા- બેતાલા ચશ્‍મા વિતરણ- રકતદાન કેમ્‍પ- વડીલો અને મુકબધીરોને ભોજન

રાજકોટઃ ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી અને રાજકોટના પનોતાપુત્ર વિજયભાઈ રૂપાણીના જન્‍મદિન દિવસ નિમિત્તે ધર્મગુરુઓ, કેન્‍દ્ર-રાજય સરકારના નેતાઓ, મંત્રીમંડળનાં સભ્‍યો, વિવિધ સમાજનાં અગ્રણીઓ, અલગઅલગ સમાજસેવી સંસ્‍થાઓનાં પ્રતિનિધિઓ, સામાજિક કાર્યક્રરો સહિત અનેક પદાધિકારીઓ અને નાગરિકોએ શુભેચ્‍છાઓ પાઠવી હતી. આ સાથે સેવાદિન તરીકે ઉજવવા આવ્‍યો હતો. જેમાં વિવિધ સેવાભાવી સંસ્‍થાઓ દ્વારા આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સ્‍વામિનારાયણ મંદિર, ભૂપેન્‍દ્ર રોડ ખાતે ત્રણ હજાર લોકો દ્વારા મહાપૂજા કરવામાં આવેલ હતી. પરમ પૂજય રાધા રમણ સ્‍વામી, પુ. વિવેક સાગર સ્‍વામીએ આર્શીવચન પાઠવ્‍યા હતા.  જીજ્ઞેશદાદાની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી. આ પૂજામાં  વિજયભાઈએ ઓનલાઇનના માધ્‍યમથી વાર્તાલાપ કરેલ. ચેતનભાઈ રામાણી તથા જયેશભાઈ ઉપાધ્‍યાયે જહેમત ઉઠાવી હતી.
શ્રી પૂજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્‍ટના ભવન ખાતે આર. કે. જૈન ફાઉન્‍ડેશનના સહયોગથી વાંચવાના (બેતાલા) ચશ્‍માનું વિતરણ કરાયુ હતુ. જેમા આશરે ૩૦૦ જેટલા દર્દીઓએ લાભ લિધેલ.આ કેમ્‍પમાં ઇંડિયન મેડિકલ એસોસિયેશન ગુજરાતના શ્રી અતુલભાઈ પંડયા,  આઈએમએ રાજકોટના પ્રેસિડેન્‍ટ ડો.સંજયભાઈ ભટ્ટ, ડો.ચેતનભાઈ લાલસેતા, ડો.અનિમેષભાઈ ધ્રુવ, ડો.રૂપાલિબેન મહેતા ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું  ઉદબોધન જૈમનભાઈ ઉપાધ્‍યાયે. જયારે કાર્યક્રમનું સંચાલન શ્રી હસુભાઈ ગણાત્રાએ કરેલ.
આ ઉપરાંતસ્ત્રીઓમાં થતા સ્‍તન કેન્‍સરના ગંભીર રોગ અંગે જાગૃતતા આવે અને યોગ્‍ય સમયે તેનું પરિક્ષણ થઈ શરૂઆતથી સારવાર જ થઈ શકે તે માટે શહેરના વોર્ડ નં.૧ ભાજપ કાર્યકર્તા, અને મહિલા મોરચા દ્વારા શ્‍યામનગર આરોગ્‍ય કેન્‍દ્ર, ગાંધીગ્રામ ખાતે, ૧૫૦ ફૂટ રીંગરોડ ખાતે ૪૦ વર્ષથી મોટી ઉંમરની મહિલાઓ માટે મેમોગ્રાફી તથા સોનોગ્રાફી કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્‍પમાં  સૌરાષ્ટ્રના નામાંકિત કેન્‍સર સ્‍પેશ્‍યાલીસ્‍ટ અને ગાયનેક ડોક્‍ટરો ડો. બબીતાબેન હપાણી, ડો. શૈલીબેન મોદી, ડો. બેલાબેન ટોળિયા તથા સૌરાષ્ટ્ર કેન્‍સર કેર એન્‍ડ  રિચર્સ ઇન્‍સ્‍ટિટ્‍યૂટના ડોક્‍ટરોએ સેવા આપેલ. જેમાં દર્દીઓનું સ્‍ક્રીનીંગ કરી કરશે અને જેમને જરૂર જણાય તેમને વિનામૂલ્‍યે મેમોગ્રાફી તથા સોનોગ્રાફી કરી આપવામાં આવશે. આ કેમ્‍પમાં ૧૬૫ મહિલાઓએ લાભ લીધેલ હતો.
કેમ્‍પનું ઉદ્‌ઘાટન સિનિયર ગાયનેકોલોજિસ્‍ટ ડો. નિતાબેન ઠકકરે  કરેલ. આ કેમ્‍પમાં અતિથિ વિશેષ તરીકે ભાજપ પ્રદેશના હોદેદાર શ્રીમતી બીનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઇ મીરાણી, મેયર શ્રી પ્રદીપભાઈ ડવ, ડેપ્‍યુટી મેયર શ્રી દર્શિતાબેન શાહ, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન શ્રી પુષ્‍કરભાઈ પટેલ, વિનુભાઈ ધવા, સુરેન્‍દ્રસિંહ વાળા, પ્રદેશ અગ્રણી શ્રી નિતીનભાઈ ભારદ્વાજ, ડો.અમિતભાઈ હાપાણી, આદિતિબેન રૂપાણી, રાજકોટ ભાજપ મહિલા મોરચાના અગ્રણીઓ, વોર્ડ નં.૧ના કોર્પોરેટર શ્રી હિરેનભાઈ થિમાનીયા તથા અલ્‍પેશભાઈ મોરજરીયા. દુર્ગાબા જાડેજા, વોર્ડ નં.૧ના પ્રમુખ હિતેશભાઈ મારૂ, જેરાજસિંહ જાડેજા, કાનાભાઈ ખંધાર, લલિતભાઈ વડોલિયા, તેજસભાઈ ત્રિવેદી તથા વોર્ડ નં.૧ના મહિલા મોરચાના બહેનોએ સેવા આપી હતી.
વોર્ડ નં.૧ ભાજપ દ્વારા સદ્દભાવના વૃદ્ધાશ્રમમાં  આશરે ૧૫૦ જેટલા વૃદ્ધોને ભાવતું ભોજન પીરસવામાં આવેલ.
 વોર્ડ નં.૭ ભાજપ, સેલ્‍ફ ફાઈનાન્‍સ કોલેજ એસોસીએશનન દ્વારા આયોજીત અને શ્રીમદ્‌ રાજચંદ્ર સેવા ગ્રુપ ના સહયોગ થી,નાગર બોર્ડિંગ, ટાગોર રોડ ખાતે મહારક્‍તદાન કેમ્‍પમાં કુલ ૨૬૭ બ્‍લડ બોટ્‍લ્‍સ એકત્રીત કરવામાં આવેલ. જેમાંથી ૧૬૭ બોટલ ગુજરાત કેન્‍સર રિસર્ચ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ તથા ૧૦૦ બોટલ ફિલ્‍ડ માર્શલ બ્‍લડબેંકને અર્પણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, મેયર પ્રદીપભાઈ ડવ,  સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, શહેર મહામંત્રી નરેન્‍દ્રસિંહ ઠાકોર, વિનુભાઈ ધવા, કાશ્‍મીરાબેન નથવાણી વગેરેએ હાજરી આપી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવા વોર્ડ નં.૭ના કોર્પોરેટરો, ડો. નેહલભાઈ શુકલ,  દેવાંગભાઈ માંકડ, ડો.મેહુલભાઈ રૂપાણીએ જહેમત ઊઠવેલ હતી.
પંચનાથ મહાદેવ મંદિર ખાતે વોર્ડ  નં.૭ માં કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ, નેહલભાઈ શુકલ, રમેશભાઈ દોમડિયા તથા અન્‍ય કાર્યકર્તાઓ દ્વારા૧૭૫ -૨૦૦ બ્રાહ્મણોએ બ્રહ્મ ભોજન કરાવવામાં આવેલ.
એચ.એન.શુકલા ગ્રુપ ઓફ કોલેજ તથા ઇન્‍ડીયન ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ આયુર્વેદા દ્વારા હોમિયોપેથી તથા આયુર્વેદિક મેડિકલ કેમ્‍પ દ્વારા આરોગ્‍ય નિદાન કેમ્‍પ તથા થેલેસમિયા કેમ્‍પમાં લગભગ ૩૮૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.
મીરામબીક કોલેજમાં ડાયાબિટિસ કેમ્‍પમાં જેમાં લગભગ ૧૫૦ જેટલા દર્દીઓએ ભાગ લીધેલ હતો.
શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્‍ટ ટ્રસ્‍ટ દ્વારા વોર્ડ નં.૧૦ ભાજપ કાર્યકર્તાના સહયોગથી ચિલ્‍ડ્રન હોમ ફોર ગર્લ્‍સ, ચિલ્‍ડ્રન હોમ ફોર બોયઝ, માનોદિવ્‍યાંગ બાળકો અને પુરૂષોનું ગૃહ, માનોદિવ્‍યાંગ બહેનોને બાલભવન ખાતે  આનંદ-કિલ્લોલ સાથે તમામ રાઈડસનું મનોરંજન, ડી.જે.ના તાલ પર ડાન્‍સ અને ભોજન કરાવવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં ઉદ્‌ઘાટક તરીકે ભાજપ પ્રદેશ અગ્રણી ધનસુખભાઈ ભંડેરી, નિતીનભાઈ ભારદ્વાજ તથા હેલિબેન ત્રિવેદી, બીનાબેન આચાર્ય ઉપસ્‍થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચેતનભાઈ સુરેજા, જોશનાબેન ટિલળા, રાજેશ્રીબેન ડોડીયા, રાજનીભાઈ ગોર, હરેશભાઈ કાનાણી, હેમંતસિંહ ડોડીયા, હર્ષદિપસિંહ જાડેજા, અનિરૂધભાઈ મૈત્રા, પરેશભાઈ હુંબલ તથા ટ્રસ્‍ટના  ભાવેનભાઈ ભટ્ટ, જયદીપભાઈ ગોહેલ, નિરાલીબેન રાઠોડ, નિરદભાઈ ભટ્ટ, જિગ્નેશભાઈ રત્‍નોતર જહેમત ઊઠવેલ હતી.
વોર્ડ નં.૨ ભાજપ દ્વારા નગર પ્રાથમિક શાળા નં.૫૬ ગીત ગુર્જરી વોર્ડ ઓફિસની બાજુમાં બાળકોને સ્‍ટેશનરી કીટ વિતરણ તેમજ છોટુનગર મેઇન રોડ પર  આંગણવાડીમાં બાળકોના આધાર કાર્ડ કાઢવાનો કેમ્‍પ ગોઠવેલ હતો.
આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, મેયર પ્રદીપભાઈ ડવ, ડેપ્‍યુટી મેયર દર્શિતાબેન શાહ, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન  પુષ્‍કરભાઈ પટેલ, વિનુભાઈ ધવા, સુરેન્‍દ્રસિંહ વાળા, પ્રદેશ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, મનુભાઈ વઘાસિયાએ હાજરી આપી હતી. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડેપ્‍યુટી મેયર  દર્શિતાબેન શાહ, મનિષભાઈ રાડીયા, રાજેન્‍દ્રસિંહ રાણા, દશરથભાઈ વાળા, ભાવેશભાઈ ટોયટા, મીનાબા જાડેજા  વગેરેએ જહેમત ઊઠાવેલ.
વોર્ડ નં.૩ તથા વિજયભાઇ રૂપાણી ફેન કલબ દ્વારા પ્રદેશ અગ્રણી  નીતિનભાઈ ભારદ્વાજ તથા અમીનેશભાઈ રૂપાણીની હાજરીમાં વાલ્‍મીકિ સમાજમાં અનાજની કીટનું વિતરણ તોપખાનાના વાલ્‍મિકી વિસ્‍તાર શ્રી કનકેશ્વર મહાદેવના મંદિર પાસે જામનગર રોડ રાજકોટ ખાતે કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં દિપકભાઈ વાદ્યેલા, પ્રવીણભાઈ સોઢા, નીતિનભાઈ ભારદ્વાજ વોર્ડ નં.૩ના પ્રમુખ હેમુભાઇ પરમાર મહામંત્રી  હિતેશભાઈ રાવલ મહામંત્રી  રાજુભાઈ દરિયાનાણી, કોર્પોરેટર નરેન્‍દ્રસિંહ જાડેજા, કોર્પોરેટર બાબુભાઈ ઉધરેજા, કોર્પોરેટર અલ્‍પાબેન દવે, શ્રીમતી કોર્પોરેટર કુસુમબેન ટેકવાણી, પૂર્વ કોર્પોરેટર શ્રીમતી જયશ્રીબેન પરમાર, શ્રીમતી દક્ષાબેન વાઘેલા, મુકેશભાઈ પરમાર, રાજકોટ શહેર સફાઈ કામદાર સેલના પ્રમુખ અજયભાઈ વાદ્યેલા, વિજયભાઈ રૂપાણી ફેન કલબના પ્રમુખશ્રી પ્રવીણભાઈ સોઢા મહામંત્રી  દિપકભાઈ વાઘેલા ઉપપ્રમુખ ગોવિંદભાઈ સોલંકી ખજાનચી હર્ષદભાઈ બારૈયા કારોબારી મંત્રી  રાજુભાઈ સોઢા સભ્‍ય  રૂપેશભાઈ સોઢા, ખજાનચી મહેન્‍દ્રભાઈ ગોહેલ કારોબારી સભ્‍ય વિજયભાઈ ગોહેલ, પ્રકાશભાઈ રાઠોડ, સાગરભાઇ સોઢાએ જહેમત ઉઠાવી હતી.
વોર્ડ નં.૩ ભાજપ કાર્યકર્તાઓ દ્વારા સ્‍પેસિયલ હોમ ફોર બોયઝ ખાતે બાળકોને જમાડવામાં આવેલ. ભાજપ શહેર મંત્રી નરેન્‍દ્રસિંહ ઠાકોર તથા કિશોરભાઇ રાઠોડ, હેમુભાઈ પરમાર, હિતેશભાઈ રાવલ, ભૂપેન્‍દ્રભાઈ શાહ, જગદીશભાઇ ભોજાણી, કિરીટભાઇ વાઘેલા, કિરીટભાઇ દવે, અભયભાઈ નાઢા, કિરીટભાઈ શેઠ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
વોર્ડ નં.૯ ચંદન પાર્ક સોસાયટી, રૈયા રોડ ખાતે બુસ્‍ટર ડોઝ કેમ્‍પનો ૩૫૦ લોકોએ ભાગ લીધેલ. આશીષભાઈ ભટ્ટ, શૈલેશભાઈ જેઠવા, રાજેશભાઇ જોબનપુત્રા, દીપકભાઈ પટણી, રસિકભાઈ પરમાર વગેરેએ કાર્યક્રમને સફળ બનાવવામાં મહેનત કરી હતી.
રોટરી મીડટાઉન દ્વારા જાહેર જનતા માટે યોજેલ દંત રોગ ની સારવાર તથા બત્રીસી (ચોકઠા) બનાવી આપવાના કેમ્‍પમાં ૯૦ જેટલા દર્દીઓએ લાભ લીધેલ હતો.

આ કેમ્‍પને સફળ બનાવવામાં શ્રી દીપકભાઈ અગ્રવાલ,  દિવ્‍યેશભાઈ અદ્યેરા, ધરતીબેન રાઠોડ, મધુસુદનભાઈ પરમાર, ડો. ગજેન્‍દ્ર ઓડેદરા , ડો. વિભાકરભાઈ વછરાજાની, હરેશભાઈ પરમાર,  નિલેશભાઈ ચાંગેલા, કલ્‍પરાજભાઈ મહેતા, જિગ્નેશભાઈ અમૃતિયા, સંદીપભાઈ બાવીશી,  સંજયભાઇ મણિયાર,  જિગ્નેશભાઈ કામદાર, , શ્રી દિવ્‍યેશભાઈ જસાણી,  મિતુલભાઈ કડવાણી,  વિક્રાંતભાઈ શાહ,  અતુલભાઈ ગણાત્રાએ જહેમત ઉઠાવી હતી.

 

(10:44 am IST)