Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

ગોંડલના પાટખીલોરી અને નવાગામમાં જુગારનો દરોડોઃ ૧ર પત્તાપ્રેમી પકડાયા

લોધીકાના મેટોડા પાસે જાહેરમાં જુગાર રમતા ૪ શખ્‍સો પકડાયા

રાજકોટ તા.૪ : ગોંડલના પાટખીલોરી અને નવાગામમાં જુગાર રમતા ૧ર પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી લીધા હતા.

ગોંડલ તાલુકાના પોલીસના એચસી જગદીશભાઇ ગોહેલ તથા પીસી છત્રપાલસિંહ જાડેજાને મળેલ બાતમી આધારે પાટખીલોરી ગામે જુગાર રમતા હોવાની બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા (૧) ભુપતગીરી મોજગીરી ગોસાઇ રહ. અમરેલી સોમનાથ મંદિર જીવાપરા સોસાયટી નં-૩ (ર) કીરીટ દલપતભાઇ નિમાવત રહે. રાજકોટ ગોંડલ રોડ, ગુલાબનગર પ્રાથમીકશાળા (૩) મેહુલગીરી ચંદુગીરી મેઘનાથી રહે. પાટખીલોરી તા. ગોંડલ હાલ રહે રાજકોટ હુડકો ચોકડી તીરૂપતી-૧(૪) નાગજી ટાભાભાઇ શેખવા રહે દેવગામ તા.કુંકાવાવ-વડીયા (પ) સમીર અબ્‍દુલભાઇ બેલીમ રહે. રાવણા ગામ તા.ગોંડલ (૬) જયરાજ ઉર્ફે રવી વલકુભાઇ કરપડા રહેરાવણા તા.ગોંડલ  તથા (૭) અશોકગીરી મનુગીરી મેઘનાથી રહે. પાટખીલોરી તા.ગોંડલને રોકડ રૂ.૪ર૩ર૦ તથા એક સી.એન.જી. રીક્ષા કી. રૂા.રપ૦૦૦ કુલ મુદ્દામાલ રૂ. ૬૭૩ર૦ સાથે ઝડપી લીધા હતા.

આ કાર્યવાહીમાં ગોંડલ તાલુકા પી.એસ.આઇ. ઝાલા, પી.એસ.આઇ. જી.કેશવાલા તથા એચ.સી. જગદિશભાઇ ગોહેલ, ગીરીરાજસિંહ જાડેજા, પી.સી.છત્રપાલસિંહ જાડેજા, યુવરાજ ચાવડા સહિતના જોડાયા હતા.

બીજા દરોડામાં રૂરલ અલસીબીના વી.વી.ઓડેદરા તથા પો.સબઇન્‍સ એસ.જે. રાણાના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્‍સ. મહિપાલસિંહ જાડેજા પો.હેડ કોન્‍સ. અનીલભાઇ ગુજરાતી, પો.કોન્‍સ, પ્રહલાદસિંહ રાઠોડ તથા રૂપકભાઇ બોહરાને મળેલ હકિકત આધારે ગોંડલ તાલુકાના નવાગામ ગામની સીમ વરીપુર રોડ ગાળાવાળા હનુમાનજી મંદિરની સામે લલીતભાઇ ધીરૂભાઇ વાગડીયા રહે. મુ.નવાગામ તા. ગોંડલ વાળાની વાડીની બાજુમાં શેઢા પાસે જાહેરમાં જુગાર રમતા (૧) લલીત ધીરૂભાઇ વાગડીયા રહે. મુ.નવાગામ પ્રા.શાળાની બાજુમાં (ર) રાજેશ નાથાભાઇ પીત્રોડા રહે.મુ.નવાગામ મેઇન બજાર (૩) ભીખુ ગોવિંદભાઇ વઘાસીયા રહે. વીરપુર સમાધિ રોડ તા.જેતપુર તથા (૪) કિશોરપરી જયંતીપરી ગોસાઇ રહે. મુ.લીલાખા બસસ્‍ટેશન પાસે. તા.ગોંડલ રોકડા રૂા.૧૩,૪૦૦ સાથે ઝડપી લીધા હતા.

તેમજ લોધીકા પોલીસે મેટોડા ગામ પાસે આવેલ રાજદિપ સોસાયટીમાં જીકા લખમણભાઇ પરમારના મકાન સામે ખુલ્લી જગ્‍યામાં જાહેરમાં જુગાર રમતા (૧) જીકા લખમણભાઇ પરમાર રહે.મેટોડા રાજદિપ સોસાયટી (ર) કુલદિપ અશોકભાઇ શર્મા રહે.મેટોડા ગ્રામ પંચાયતની પાછળ (૩) રાજેશ સાગરભાઇ રાઠોડ રહે. ઇશ્વરીયા ગામ તથા (૪) રાજકુમાર જગદિશ પ્રસાદ શર્મા રહે મેટોડા ગામ ગ્રામ પંચાયતની પાછળને રોકડા રૂા.૧૦૮૧૦ અને ગજીપત્તા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(1:17 pm IST)