Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

ચેક રિટર્નના કેસમાં પ્રોવિઝન સ્‍ટોર ચલાવતામહિલા આરોપીને સજા ફરમાવતી અદાલત

એક વર્ષની સજા અને એક લાખનું વળતર ચુકવવા હુકમ

રાજકોટ, તા. ૪ : અત્ર સોલવન્‍ટ બીમલ ટાયરની સામે શીવ શકિત ગેરેજની પાછળ રાજકોટ મુકામે રહેતા અમીંતભાઈ કિશોરભાઈ તન્નાએ એસ.એસ.પ્રોવિઝન સ્‍ટોરના નામથી સોલવન્‍ટ, ગોંડલ રોડ રાજકોટ મુકામે ધંધો કરતા મુમતાઝબેન અનવરભાઈ રાઉકુડા સામે ચેક રીટર્ન થયા અંગેની ફરીયાદ દાખલ કરતા જે અંગેનો કેસ રાજકોટના સ્‍પે.નેગો.કોર્ટમાં ચાલી જતા આરોપી મુમતાઝબેન અનવરભાઈ રાઉક્‍ુડાને એક વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની રકમ રૂા.૧,૦૦,૦૦૦/- નુ દિન-૩૦ માં વળતર ચુકવવાનો હુકમ-ફરમાવેલ છે અને વળતર ન ચુકવે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.

બનાવની હકીકત એવી છે કે રાજકોટ મુકામે એસ.એસ.પ્રોવિઝન સ્‍ટોરના નામથી સોલવન્‍ટ, ગોડલ રોડ, રસુલપુરા મસ્‍જીદની બહાર રાજકોટ મુકામે ધંધો કરતા અનવરભાઈ રાઉકુડાએ આ કામના ફરીયાદી કે જેઓ ડી.કે.કટપીસના નામથી રેડીમેઈડ જેન્‍ટસ એન્‍ડ લેડીઝ ગારમેન્‍ટનો ઘરે બેઠા ધંધો કરતા હોય તેઓ પાસેથી તા.૧૦-૦૩-૨૦૧૮, તા.૧૧-૦૩-૨૦૧૮, તા.૧૪-૦૩-૨૦૧૮, તા.૧૫-૦૩-૨૦૧૮ તથા તા.૧૬-૦૩-૨૦૧૮ ના રોજ રૂા.૧,૦૦,૦૦૦/- ના લેડીઝ એન્‍ડ જેન્‍સ ગારમેન્‍ટ ખરીદ કરેલ અને જે રકમની ચુકવણી પેટેની જવાબદારી અનવરભાઈ યુ.રાઉફુડા વતી તેમના પત્‍ની મુમતાઝબેન અનવરભાઈ રાઉકુડાએ સ્‍વીકારી ફરીયાદીને તા.૨૧-૦૮-૨૦૧૮ ના રોજનો ભારતીય સ્‍ટેટ બેન્‍ક શાપરનો રા&.૧,૦૦,૦૦૦/- નો ચેક ્‌ન.૬૮૭૫૭ નો મુમતાઝબેને પોતાના પતિ અનવરભાઈ રાઉકુડાની જવાબદારી સ્‍વીકારીં આપેલ જે ચેક ફરીયાદીએ પોતાની બેન્‍ક આઈ.સી.આઈ.સી.આઈ. બેન્‍ક રાજકોટ મુકામે વટાવવા નાખતા ફંડ ઈનસફીસીયન્‍ટના શેરા સાથે પરત ફરેલ અને જેથી અમિતભાઈ કિશોરભાઈ તન્નાએ પોતાના એડવોકેટ મારફત કાનુની નોટીસ આપેલ અને દિન-૧૫ માં નોટીસ મળ્‍યેથી રૂ&.૧,૦૦,૦૦૦/- ચુકવી આપવા જણાવેલ જે નોટીસ મળી જવા છતા કોઈ જ રકમ નહી ચુકવતા પોતાના એડવોકેટ અમિત એસ.ભગત મારફત રાજકોટ કોર્ટમા ધી નેગો.ઇન્‍સ્‍ટ્રુ. એકટની કલમ-૧૩૮ હેઠળની ફરીયાદ દાખલ કરેલ.

 ફરીયાદ દાખલ કર્યા બાદ આરોપીને પ્રોસેસ બજી જતા આરોપી પોતાના એડવોકેટ મારફત હાજર થયેલ અને કોર્ટમાં કેસ કાર્યવાહી આગળ ચાલેલ અને ત્‍યારબાદ સમગ્ર પુરાવા બાદ ફરીયાદ પક્ષ દ્વારા કરવામાં આવેલ રજુઆત તેમજ રજુ રાખેલ દસ્‍તાવેજો ધ્‍યાને લઈ આ કામના આરોપીને રાજકોટના સ્‍પે.નેગો.કોર્ટે મુમતાઝબેન અનવરભાઈ રાઉકુડાને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂા.૧,૦૦,૦૦૦/- નો વળતરનો હુકમ એક માસમાં ચુકવવાનો હુકમ ફરમાવેલ છે અને જો વળતર એક માસમાં ન ચુકવે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ.

આ કામમાં ફરીયાદ પક્ષે રાજકોટના ધારા શાષાી શ્રી અમિત એસ. ભગત, આનંદ સદાવ્રતી, ધર્મેન્‍દ્રભાઈ બરવાડીયા તથા હિરેન્‍દ્રસિંહ આર. ચૌહાણ રોકાયેલ.

(3:30 pm IST)