Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીની રીમાન્ડ નામંજુરઃ જામીન પર છોડવા કોર્ટનો હુકમ

રાજકોટ તા. ૪: માદક પદાર્થ ગાંજાના ર૦૦ ગ્રામના જથ્થા સાથે પકડાયેલ આરોપી નીતીનભાઇ પાલીયાના દિન-પ ના રીમાન્ડ નામંજુર કરી જામીન પર છોડવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

બનાવની વિગત એવી છે કે, તા. ૧૯/૦૭/ર૦રરના રોજ એસ.ઓ.જી. બ્રાંચના પોલીસ અધિકારી દ્વારા આરોપી નીતીનભાઇ પાલીયા કોઇપણ જાતના પાસ કે પરમીટ વગર માદક પદાર્થ ગાંજાનો જથ્થો ર૦૦ ગ્રામ કાળા કલરના પ્લાસ્ટીકના જબલામાં નાખી પોતાના કબજામાં ગેરકાયદેસર રીતે રાખેલ હોય જે બાબતે એસ.ઓ.જી. બ્રાંચ દ્વારા તા. ર૦/૦૭/ર૦રરના રોજ અટક કરી ભકિતનગર પોલીસ સ્ટેશનને સોંપેલ અને જ ે અંગે ભકિતનગર પોલીસ દ્વારા એન.ડી.પી.એસ.ની કલમ ૮(સી), ર૦(એ)(ર)(એ) વિગેરે કલમ હેઠળ ગુનો દાખલ કરેલ અને જેમાં આરોપી નીતીનભાઇ પાલીયાના દિન-પ ના રીમાન્ડ મેળવવા પોલીસ દ્વારા અરજી કરેલ અને પોતાના વકીલ મારફત નામદાર કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ હતી.

ત્હોમતદારના એડવોકેટ દ્વારા પોલીસ દ્વારા માંગવામાં આવેલ રીમાન્ડમાં દલીલ કરતા જણાવેલ કે આરોપી ર૪ કલાકથી પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસને પુરેપુરો સાથ સહકાર આપેલ છે તેમજ ર૪ કલાકમાં પોલીસ દ્વારા તમામ પુછપરછ કરી લીધેલ છે. વધુ પુછપરછની જરૃરીયાત જણાતી ન હોય તેવી દલીલ કરેલ અને જે દલીલ ગ્રાહય રાખી નીચેની અદાલતે આરોપીના રીમાન્ડ મેળવવા અંગેની અરજી નામંજુર કરેલ.

રીમાન્ડ અરજી નામંજુર થયા બાદ આરોપીએ તેના વકીલ શ્રી મારફત નામદાર નીચેની કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ અને જેમાં આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ અને દલીલમાં જણાવેલ કે જે મુદામાલ કબજે કરેલ છે તે અમારી કસ્ટડીમાંથી નથી કરેલ તેમજ માદક પદાર્થ ગાંજો અમારી પાસેથી મળેલ ન હોય પોલીસ દ્વારા ખોટી હકીકતો જણાવી ગુનો દાખલ કરેલ છે. તેવી દલીલ કરેલ તેમજ નામદાર સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટના ચુકાદાઓ રજુ રાખેલ અને જે ચુકાદાઓને ધ્યાને લઇ નીચેની અદાલત દ્વારા આરોપીના જામીન મંજુર કરેલ.

ઉપરોકત કામમાં આરોપી વતી રાજકોટના એડવોકેટ પીયુષભાઇ શાહ તથા યુવા ધારાશાસ્ત્રી અશ્વિનભાઇ ગોસાઇ, ચિત્રાંક એસ. વ્યાસ, નીતેષભાઇ કથીરીયા, નીવીદભાઇ પારેખ, હર્ષીલ શાહ, કશ્યપભાઇ ઠાકર, રવીભાઇ મુલીયા, નેહાબેન વ્યાસ, બીનાબેન પટેલ, ભાવિનભાઇ રૃઘાણી, રાજુભાઇ ગોસ્વામી, ઉર્વીશાબેન યાદવ, જીતેન્દ્રભાઇ ધુળકોટીયા, જીતેન્દ્રગીરી કે. ગોસાઇ વિગેરે રોકાયેલા હતા.

(3:32 pm IST)