Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

કોઠારિયા સોલવન્‍ટ પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી અજાણી મહિલાનો આપઘાત

રાજકોટ,તા. ૪ : ગોંડલ રોડ પર કોઠારિયા સોલવન્‍ટ નજીક આશરે ૪૫ વર્ષની એક અજાણી મહિલાએ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના પી.એસ.આઇ આર.વી.કડછા સહિતે સ્‍થળ પર પહોંચી મહિલાના મૃતદેહને પોસ્‍ટમોર્ટમ કરાવવા માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડી મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી. મૃતક મહિલાના જમણા હાથની કલાઇ પર અંગ્રેજીમાં રાજ ત્રોફાવેલ છે. જો કોઇ આ મહિલાના વાલીવારસ હોય તો આજીડેમ પોલીસ સ્‍ટેશન મોબાઇલ નં. ૯૮૭૯૨ ૯૧૬૭૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(4:04 pm IST)