Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

રાજકોટ શહેર તાજીયા કમીટીની રચનાઃ પ્રમુખ તરીકે આસીફ સલોતની વરણીઃ મહામંત્રી પદે જામનગરી

રાજકોટ તા. ૪: શહેર તાજીયા કમીટીની મીટીંગ રામનાથપરા, હુશેની ચોક, ગામડીયા સુન્ની મુસ્લીમ સીપાહી જમાત ખાને રાખેલ હતી. જેમાં રાજકોટ શહેર વિસ્તારમાં ફરતા તાજીયાઓના સંચાલકો સબીલ કમીટી, ધમાલ કમીટી, રોશની કમીટી, ન્યાઝ કમીટી અને મુસ્લીમ આગેવાનોની એક મીટીંગ મળેલ હતી. જેમાં સહમતીથી રાજકોટ શહેર તાજીયા કમીટીની વરણી કરવામાં આવી છે પ્રમુખ તરીકે આસીફભાઇ સલોતને ગત વર્ષની કામગીરી બદલ દશમી વખત રીપીટ કરવામાં આવેલ અને રાજકોટ શહેર તાજીયા કમીટીની નીચે મુજબની રચના કરવામા આવેલ છે.

મહામંત્રીઃ રજાકભાઇ જામનગરી, મકબુલભાઇ દાઉદાણી, હારૃનભાઇ શાહમદાર, વાહીદભાઇ સમા, મજીદભાઇ સમા, અબ્દુલભાઇ ખુરશીવાળા, હારૃનભાઇ ગામેતી, સમીરભાઇ જશરાયા, અફઝલભાઇ રાઉમા, ઉપપ્રમુખઃ મોહસીનભાઇ ભાવર, મોહસીનભાઇ બેલીમ, મહેબુબભાઇ રાઉમા, વાહીદભાઇ રાઉમા, આબીદભાઇ ગલનીભાઇ ઓડીયા, રાજુભાઇ દલવાણી, તારીકભાઇ હીંગરોજા, મુસ્તાકભાઇ મહંમદભાઇ સુમરા, યાકુબખાન પઠાણ, ઇબુભાઇ મેતર, મહેબુબભાઇ પરમાર, અફઝલભાઇ દાઉદાણી, રફીકભાઇ દાઉદાણી, સલીમભાઇ મોગલ, હનીફભાઇ માડકીયા, બાદલભાઇ બેલીમ, તોફીકભાઇ સમા, મંત્રીઃ એહઝાદભાઇ શેખ, ઇર્શાદ લાસાણી, રમઝાનભાઇ રાઉમા, એજાજભાઇ માજોઠીની રાજકોટ શહેર તાજીયા કમીટીમાં નિમણુંક કરવામાં આવેલ જે નારાઓથી કમીટીને વધાવી લીધી હતી આ નિમણુંક રાજકોટ શહેર વિસ્તારના ફરતા તાજીયાઓના સંચાલકો અને મુસ્લીમ સમાજના અગ્રણીઓની હાજરીમાં રહેતા મીટીંગમાં અલગ અલગ વિસ્તારના હોદેદારોને જવાબદારી સોંપવામાં આવેલ હતી તેમ શહેર તાજીયા કમીટી હોદેદારોની યાદીમાં જણાવેલ છે.

(4:28 pm IST)