Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

સરગમ કલબ અને કમાણી ફાઉન્ડેશન દ્વારા જયપુર ફુટ કેમ્પ : ૯૫ દિવ્યાંગોએ લીધો લાભ

રાજકોટ : સરગમ કલબ અને કમાણી ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવેલ ત્રિ-દિવસીય કેમ્પમાં ૯૫ દર્દીઓને કાખઘોડી, લેગ, કેલીપર્સ અને રીપેરીંગની સેવા પુરી પાડવામાં આવી હતી. બેંગ્લોરથી કમાણી ફાઉન્ડેશનના દેવેન્દ્રભાઇ દવેએ ખાસ હાજરી આપી હતી. કેમ્પમાં રાજસ્થાનના ડોકટરો જગનલાલ ચૌધરી, હેમંત શર્મા, તુફાનસિંહ તોમર, રામપ્રસાદ મેઘવાલ વગેરેએ સેવા આપી હતી. સમગ્ર નિઃશુલ્કપણે યોજાતા આ કેમ્પને સફળ બનાવવા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા તથા કમાણી ફાઉન્ડેશનના દીપકભાઇ કમાણીના માર્ગદર્શન હેઠળ અરવિંદભાઇ પટેલ, રશ્મીભાઇ કમાણી, મનીષભાઇ મારૃ, કિશોરભાઇ પરમાર, જે. કે. સરાઠે, પ્રફુલભાઇ મીરાણી, કનૈયાલાલ ગજેરા, અનવર ઠેબા, સરગમ કલબના કમીટી મેમ્બરો કૈલાશબેન વાળા, આશાબેન ભુછડા, જયશ્રીબેન વ્યાસ, સુધાબેન દોશી, ભાવનાબેન ધનેશા, ચેતનાબેન સવજાણી, મિતલબેન ચગ, હર્ષાબેન પીઠડીયા, અનુશ્રીબેન ગુજરાતી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:29 pm IST)