Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

આવાસ યોજના કવાર્ટર અને રૈયાધાર મકાનમાં તીનપતીનો જૂગાર રમતા સાત શખ્‍સો પકડાયા

યુનિવર્સિટી પોલીસના બે દરોડાઃ કવાર્ટરમાંથી ત્રણ અને મકાનમાંથી ચારને ઝડપી લીધા

રાજકોટ તા. ૪ :.. ગોપાલ ચોક ત્રીલોક પાર્ક આવાસ યોજના કવાર્ટરમાં યુનિવર્સિટી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જૂગાર રમતા ત્રણ શખ્‍સોને પકડી લીધા હતાં.

મળતી વિગત મુજબ ગોપાલ ચોક ત્રિલોક પાર્ક આવાસ યોજના કવાર્ટરમાં જૂગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્‍સ. સિધ્‍ધરાજસિંહ તથા કોન્‍સ. દિવ્‍યરાજસિંહ જાડેજા સહિતે દરોડો પાડી કવાર્ટર નં. ૧૦૩૮ માં તીનપતીનો જૂગાર રમતા જયેશગીરી ચુનીગીરી ગૌસ્‍વામી, વિજયગીરી ઘનશ્‍યામગીરી ગૌસ્‍વામી તથા નિતેશ કબુભાઇ ઉર્ફે કલુ મુલીયાણાને પકડી લઇ રૂા. પ૬૬૦ ની રોકડ સહિતની મત્તા કબ્‍જે કરી હતી.

જયારે બીજા દરોડામાં હેડ કોન્‍સ. ભગીરથસિંહ ખેર તથા કોન્‍સ. ગોપાલસિંહ જાડેજા સહિતે બાતમીના આધારે રૈયાધાર મફતીયાપરામાં મકાનમાં દરોડો પાડી તીનપતીનો જૂગાર રમતા મહેશ ઉર્ફે મહેન્‍દ્ર વિઠલભાઇ વંટોળ, બીજલ પુંજાભાઇ બાબરીયા, રોહિત ઉર્ફે રાજુ કાનાભાઇ સોહલા અને વિઠ્ઠલ પુનાભાઇ ગાંગળીયાને પકડી લઇ રૂા. ર૦,ર૦૦ ની રોકડ સહિતની મત્તા કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી.

(4:57 pm IST)