Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

માકેટીંગ યાર્ડ પાસે શ્રી રામ સોસાયટીમાં વીજ મીટર ઉતારવા જતા પીજીવીએલના સ્‍ટાફ સામે માથાકૂટ

વીજ બીલ ભરેલ ન હોઇ, વીજમીટર કાઢવા જતા હરેશ કુમારે માથાકુટ કરતા ફરજમાં રૂકાવટ કરી

રાજકોટઃ માર્કેટીંગ યાર્ડ પાસે આવેલી શ્રી રામ સોસાયટીમાં પીજીવીસીએલ.ના સ્‍ટાફ દ્વારા હાથ ધરવામાં આવ્‍યું હતું ચેકીંગ દરમ્‍યાન સોસાયટીમાં શેરી નં. ૬માં બ્‍લોક નં. ૧૬૪-બીમાં રહેતા રહેશ ભીખાભાઇ ઠુમ્‍મરે વીજ બીલ ભરપાઇ કરેલ ન હોઇ તેથી વીજ મીટર ઉતારવા થતા મકાન માલીકને સાફ ન લાગતા તેણે પીજીવીસીએલના સ્‍ટાફ સાથે મારા ઘરનું મીટર તમે કેમ ઉતારી લીધુ કહી સ્‍ટાફ સાથે માથાકુટ કરી હતી. આ અંગે પીજીવસીએલના જુનીયર આસીસ્‍ટન્‍ટ ધીરેનભાઇ ગીરીશભાઇ વ્‍યાસે બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ એમ.આઇ.શેખે તપાસ હાથ ધરી છે.

(2:48 pm IST)