Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

સોપાન લકઝૂરીયા ખાતે મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો

રાજકોટ : ગાંધી જયંતિ નિમિતે સોપાન લકઝૂરીયા કમીટી તેમજ એચડીએફસી બેંક અને સ્ટર્લીંગ હોસ્પીટલ દ્વારા તા. ર-૧૦ ના મેડીકલ ચેક-અપ કેમ્પનું આયોજન સોપાન લકઝૂરીયા-રૈયા રોડ ખાતે રાખવામાં આવેલ. સ્ટર્લીંગ હોસ્પીટલ દ્વારા લગભગ ૯૦ વ્યકિતના બીપી અને ડાયાબીટીસ ચેક કરી આ રોગની જાગૃતિ વિષે સમજણ આપવામાં આવી હતી. સેવાના આ કાર્યને સફળ બનાવવા માટે કમીટી દ્વારા એચ.ડી.એફ.સી. બેંક, અને સ્ટર્લીંગ હોસ્પીટલનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

(3:35 pm IST)