Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

IMA- ગુજરાતના ઉપપ્રમુખપદે રાજકોટના યુવા પેથોલોજીસ્ટ ડો. અમીત અગ્રાવતની વરણી

રાજકોટ, તા.૬: એલોપેથીક તબીબોના સૌથી મોટા સંગઠન ઈન્ડીયન મેડિકલ એસોસીએશન - ગુજરાતના રાજકોટ ઝોનના ઉપપ્રમુખ તરીકે રાજકોટના જાણીતા તબીબ ડો. અમીત અગ્રાવતની વરણી કરવામાં આવી હોવાનુ રાજકોટ આઈ.એમ.એ.ના પ્રમુખ ડો. પ્રફુલ કમાણી અને સેક્રેટરી ડો. દુષ્યંત ગોંડલીયાની એક સંયુકત યાદીમાં જણાવાયું છે.

ડો. પ્રફુલ કમાણીના જણાવ્યા અનુસાર પી.ડી.યુ. મેડિકલ કોલેજ-રાજકોટમાં પેથોલોજી વિભાગમાં સહ અધ્યાપક તરીકે કાર્યરત ડો.અમીત અગ્રાવતની ગુજરાત આઈ.એમ.એ.ના રાજકોટ ઝોનના ઉપ પ્રમુખ તરીકે વરણી થઈ છે. ડો. અગ્રાવત આઈ.એમ.એ.માં વર્ષોથી સક્રિય છે. તેમણે રાજકોટ આઈ.એમ.એ.મા વિવિધ હોદાઓ પર સફળ કામગીરી કરી છે. રાજકોટના યુવા પેથોલોજીસ્ટ ડો. અમીત અગ્રાવતને ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-હેડકવાર્ટર દિલ્હી દ્વારા ડો. ડી.એસ. મુનાગેકાર વ્યકિતગત એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. ડો. અગ્રાવત દ્વારા બોનમેરો, લેપ્રસી, થાઈરોઈડ, બ્લડ ગ્રુપ, ઓલ્ડ એજમાં થતાં એનિમિયા, ગળા અને મોઢામાં થતી ગાંઠ, બ્લડ બેન્કિંગ, મેલેરીયા,એચ.આઈ.વી.ના બ્લડની તપાસ વગેરે વિશે ૧૧ જેટલાં રીસર્ચ રજુ કરવામાં આવ્યા છે. તેમના આ સંશોધનોને નેશનલ અને ઈન્ટરનેશનલ કક્ષાએ સ્વીકારવામાં આવ્યા છે અને પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. તેમની આગેવાની હેઠળ આઈ.સી.એમ.આર.ના એસી.ટી.એસ. રીસર્ચ પ્રોજેકટ પણ મંજુર થયેલ છે. ડો. અમીત અગ્રાવતને આ પહેલાં પણ રાજય અને રાષ્ટ્રકક્ષાએ રીસર્ચ અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે અનેક એવોર્ડ મળ્યા છે. તેમની પેથોલોજી વિષયની બુક પણ પબ્લીશ થઈ છે. તેમને રોટરી ઈન્ટરનેશનલની ન્યુઝીલેન્ડ ખાતેની ફેલોશીપ પણ મળી હતી. આ ઉપરાંત ડો.અગ્રાવતને ડો. કે. જે. નથવાણી સોશિયો-મેડિકલ એવોર્ડ તથા ગુજરાત મેડિકલ જર્નલમાં બેસ્ટ આર્ટીકલ માટેના એવોર્ડ પણ મળ્યા છે. ડો.દુષ્યંત ગોંડલીયાએ જણાવ્યું છે કે, ડો. અમીત અગ્રાવત રાજકોટ અને ગુજરાત આઈ.એમ.એ.માં વર્ષોથી કાર્યરત છે. બ્લડ ડોનેશન કેમ્પ, નિદાન કેમ્પ, હેલ્થ ચેક અપ કેમ્પ વગેરે સેવાકીય પ્રવૃતિમાં સતત સહયોગ આપતા હોય છે.

આઈ.એમ.એ.ના પૂર્વ રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો. અતુલ પંડ્યા, આઈ.એમ.એ. ગુજરાતના પૂર્વ ઉપપ્રમુખ સર્વશ્રી ડો. એમ. કે. કોરવાડીયા, ડો. ભરત કાકડીયા, ડો. રશ્મી ઉપાધ્યાય, ડો. અમિત હપાણી, ડો. હિરેન કોઠારી, આઈ.એમ.એ.-રાજકોટના પ્રેસીડન્ટ ડો. પ્રફુલ કમાણી, પૂર્વ પ્રમુખ ડો. જય ધિરવાણી, ડો. ચેતન લાલસેતા, ડો. યજ્ઞેશ પોપટ, ડો. ભાવેશ સચદે, ડો. દીપેશ ભાલાણી, ઉપ પ્રમુખ ડો. દેવેન્દ્ર રાખોલીયા, ડો. પારસ શાહ, પૂર્વ સેક્રેટરી ડો. તેજસ કરમટા, ડો. રૂકેશ ઘોડાસરા, ડો. પિયૂષ ઉનડકટ, પેટ્રન ડો. એસ. ટી. હેમાણી, ડો. પ્રકાશ મોઢા, ડો.ભાવીન કોઠારી, ડો. ડી. કે. શાહ, ડો. સુશીલ કારીઆ, વુમન્સ વિંગના ચેર પર્સન ડો. સ્વાતિ પોપટ, સેક્રેટરી ડો. વૃન્દા અગ્રાવત ઉપરાંત અગ્રણી તબીબો ડા. કીર્તિ પટેલ, ડો. સંજય ભટ્ટ, ડો. નિતીન લાલ, ડો. કાન્ત જોગાણી, એફ.પી.એ. મેમ્બર ડો. કે. એમ. પટેલ, ડો. પંકજ મચ્છર, ડો.વસંત કાસુન્દ્રા, ડો. દીપક મહેતા, સહિત તબીબો આગેવાનો અને સમાજના વિવિધ વર્ગના આગેવાનો દ્વારા ડો. અમીત અગ્રાવતને શુભેચ્છા પાઠવવામાં આવી છે.

(3:08 pm IST)