Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

વિટામીન ડી લેવા માટે રોજ સવાર-સાંજ ૨૦ મીનીટ સૂર્ય તાપ લો

ભારતની પ્રજામાં વિટામીન-ડી ની ૭૫% જેટલી ઉણપ વર્તાઇ રહી છે ત્‍યારે આપણે તો કુદરતી રીતે બારેમાસ તપતો સુરજ મળે છે અને જેના થકી મળતી ઉર્જા દ્વારા વિટામીન-ડી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. જે માટે ફકત વહેલી સવારના ૨૦ મીનીટ જો દરરોજ ફાળવવામાં આવે તો ચોકકસ આ ખામી આપણે દુર કરી શકીએ છીએ. એટલું જ નહી પણ સુરજ આપણા માટે પ્રાણશકિત, જ્ઞાનશકિત અને સમજશકિત પણ અર્પણ કરે છે આપણા ઋષિ મુનીઓએ અને આયુર્વેદ શાષાએ પણ પ્રમાણીત કરેલ છે જેની સાથે સાથે આજે લોકોમાં હાડકા તથા સાંધાના રોગો વધી રહયા છે તેને પણ ખુબ મોટું યોગદાન મળે છે. સૂર્યસ્‍નાન કરવાથી શરીરની ગંદકી પરસેવા દ્વારા બહાર નીકળતી હોય જેનાથી ચામડીના રોગો પણ થતા નથી. બાળકોને પણ સ્‍કુલના ખુલ્‍લા મેદાનમાં રમત-ગમત રમાડવી જોઇએ જેથી સૂર્યતાપ બાળકોને મળે જેના દ્વારા બાળકોનો પણ સર્વાગી વિકાસ થાય છે

આજે ચોકકસ મેડીકલ સાયન્‍સ વિટામીન-ડી, વિટામીન-બી(૧૨)ની દવાઓ અને ઇન્‍જેકશનો ચોકકસ શોધ્‍યા છે તેનાથી રાહત પણ મહદઅંશે મળે છે. પણ તેમાં પણ કદાચ સાઇટ ઇફેકટ પણ હોઇ શકે. કેમકે તે કેમીકલ્‍સયુકત છે. જેની સામે સૂર્યનો તડકો મફત અને સચોટ છે. સાથે સાથે આ બધાની સાથે દેશી ગાયના દૂધનો પણ એટલો જ ઉપયોગ છે જે કેમીકલને મારે છે અને સૂર્ય તાપમાંથી મળતા વિટામીનનો સંગ્રહ કરે છે.

આપણા ભારત દેશમાં સૂર્યતાપ લેવા માટે વિદેશીઓ પર્યટકો ખાસ આવે છે અને ૨થી ૩ મહિના ભારતમાં જ રોકાઇને તેમના કામકાજ બંધ કરીને આવવા-જવાના ભાડા તથા હોટલ અને રેસ્‍ટોરન્‍ટના મસમોટા ખર્ચ કરીને માત્રને માત્ર સૂર્યતડકો(સનબાથ) લેવા માટે પધારે છે.

આપણે જો આયુર્વેદની જ વાત કરીએ તો આયુર્વેદ શાસ્‍વત અને સનાતન છે અને સિધ્‍ધાંતિક રીતે પુરવાર થયેલ છે એટલે કે તેમા હજી સુધી કોઇ ચેન્‍જ થયો નથી જેમકે, હરડે, ત્રિફળા અને ઇસબગુલ, એરંડીયું(દેશી દિવેલ, ક્રેસ્‍ટરઓઇલ) લેવાથી પેટનું શુદ્ધિકરણ થાય છે અનાદી કાળથી આ પ્રયોગો આપણા પૂર્વજો કરતા આવ્‍યા છે અને તે આજે પણ પુરવાર સાબીત થયેલું છે તેવી જ રીતે અશ્વગંધા શારીરિક શકિત વધારે છે, બ્રાહ્મી અને શંખપુષ્‍પી બુધ્‍ધિનો વિકાસ કરે છે અને આપણા દાતણ જેવા કે બાવળ, લીમડો, કરંજ, દાડમ, વડની વડવાઇ જેવા અનેક પ્રકારના દાતણો દાત મજબુત કરતા હતા અને પેઢા તથા દાતનો કોઇપણ જાતનો રોગ થવા દેતા ન હતા. તેવી જ રીતે અત્‍યારના આાધુનિક સમયમાં બજારમાં મળતા અલગ-અલગ પ્રકારના ટૂથપેસ્‍ટો દ્વારા પ્રયોગો કરી ફલોરાઇડયુકત, નમકયુકત, તુલસીયુકત ટુટપેસ્‍ટો બનાવીને આપણા દાંતના દર્દોમાં વધારો કરેલ છે તો આપણે જરૂરથી સૂર્યસ્‍નાન કરીએ અને કરાવીએ

રમેશભાઇ ઠકકર મો. ૯૯૦૯૯ ૭૧૧૧૬

(4:01 pm IST)