Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

વચગાળાના જામીન પર છુટી દોઢ માસથી ફરાર અશોકને બેડીથી પકડી લેવાયો

પેરોલ ફરલો સ્કવોડની ટીમે પકડી જેલમાં રજૂ કર્યો

રાજકોટ તા. ૮: જેલમાંથી વચગાળાના જામીન પર છુટ્યા બાદ રજા પુરી થવા છતાં ફરી જેલમાં હાજર ન થઇ દોઢ મહિનાથી ભાગતા ફરતાં બેડી ગામ શંકર મંદિર પાસે રહેતાં અશોક ઉર્ફ ધમો વાલજીભાઇ મકવાણા (ઉ.વ.૪૯)ને શહેર પેરોલ ફરલો સ્કવોડના એએસઆઇ હરપાલસિંહ ઝાલા તથા એએસઆઈધર્મેન્દ્રસિંહ જાડેજા, બાદલભાઈ દવે, હેડ કોન્સ બકુલભાઇ વાઘલાને મળેલી ચોકકસ બાતમી પરથી હેડ કોન્સ. કીશોરદાન ગઢવી તથા ધીરેનભાઇ ગઢવીની મદદથી પકડી લઇ જેલમાં રજૂ કરાયો છે.

આ શખ્સને રાજકોટ મધ્યસ્થ જેલમાં  ફેમીલી કોર્ટ રાજકોટ ફો.અ.નં. ૧૧૨૯/૨૦૧૭માં સી.આર.પી.સી. કલમ ૧૨૫ના કામે તા.૦૭/૧૦/૨૦૧૮ના રોજ આઠ માસની સજા ફટકારાઇ હતી. તે રાજકોટ મધ્યસ્થ જેલમાં હોઇ અને હાઇકોર્ટના સુઓ મોટો રીટ પીટીસન નં-૪/૨૦૨૦ સંદર્ભના હુકમ અન્વયે આરોપીઓને વચગાળાના જામીન પર મુકત કરવાના હોઇ જે અંતર્ગત  તા.૩૦/૦૩/૨૦૨૦ થી બે માસ સુધી વચગાળાના જામીન પર જેલ મુકત કરેલ અને બાદ હાઇકોર્ટના હુકમ અન્વયે વધુ રજા મંજુર થયેલ હોઇ  તા. ૦૧/૦૧/૨૦૨૧ના રોજ હાજર થવાનું હતું. પરંતુ આ કેદી હાજર થયેલ ન હતો. દરમિયાન તેને બેડી હડમતીયા રોડ ખાતે હોવાની માહિતી પરથી પકડી જેલમાં રજૂ કરી દેવાયો છે. આ કામગીરી પીએસઆઇ એમ.એસ.અંસારી, એએસઆઇ રાજુભાઇ ભટ્ટ, હેડકોન્સ જયદેવસિંહ પરમાર, હેડકોન્સ. ઝાહીરભાઇ ખફીફ,  બકુલભાઇ વી.વાધેલા, કીશોરદાન ગઢવી, કોન્સ. ધીરેનભાઇ ગઢવી, મહમદઅઝરૂદીન બુખારી, મહીલા પો.કોન્સ. સોનાબેન મુળીયા તથા કોન્સ. ભુમીકાબેન તેમજ ડ્રાઇવર એ.એસ.આઇ ચંદ્રકાંતભાઇ ગોંડલીયાએશહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ,  જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.વી.બસીયાના માર્ગદર્શન અને સૂચના મુજબ કરી હતી.

(3:31 pm IST)