Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

પીજીવીસીએલને IPPAI પાવર એવોર્ડ

શ્રેષ્‍ઠ વિતરણ કંપની શ્રેણી હેઠળ વિશેષ માન્‍યતા તરીકે પસંદગી

રાજકોટ,તા. ૯: ‘પヘમિ ગુજરાત વિજ કંપની લિમિટેડ'ને ઇન્‍ડીપેન્‍ડન્‍ટ પાવર પ્રોડયુસર્સ એસોસિએશન ઓફ ઇન્‍ડિયા તરફથી ‘ગ્રાહક જાગૃતિને પ્રોત્‍સાહન આપવા માટે શ્રેષ્‍ઠ વિતરણ કંપની' શ્રેણી હેઠળ વિશેષ માન્‍યતા તરીકે પસંદ કરવામાં આવી છે અને ૯મી એપ્રિલ ૨૦૨૨ના રોજ ટ્રોફી પ્રાપ્ત કરી હતી.

અત્‍યાર સુધી બેસ્‍ટ પરફોર્મિંગ ડિસ્‍ટ્રીબ્‍યુશન કંપનીનો એવોર્ડ પીજીવીસીએલએ કુલ ૫ વાર મળી ચૂ્‌કયો છે. વર્ષ ૨૦૧૪, ૨૦૧૭,૨૦૧૯,૨૦૨૦, ૨૦૨૨માં એવોર્ડ મળ્‍યા હતા.

એવોર્ડ મળવાના મુખ્‍ય કારણોમાં કન્‍ઝ્‍યુમર કમ્‍પ્‍લેઇનને અગ્રીમતા, સી.જી.આર.એફ. (કન્‍ઝ્‍યુમર ગ્રીવાન્‍સીસ રીડ્રેશલ ફોરમ)ની ફરિયાદોનું નિરાકરણ, ગ્રાહકોમાં જાગૃતિ ફેલાય તે માટેના કાર્યક્રમો (જેમ કે શાળામાં બાળકોને તેમજ ગામના લોકોને સેફટી/સલામતી અંગે જાગૃત કરવા વગેરે) ગ્રામ્‍ય લેવલે લોકો સાથે મીટીંગ કરવી ખેડૂત શિબિર યોજવી, ફોલ્‍ટ સેન્‍ટર/ કોલ સેન્‍ટર પરથી લોકોને ઝડપી પ્રતિસાદ વગેરેનો સમાવેશ થાય છે.

(2:24 pm IST)