Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

૧૮થી ૪૪ વર્ષના માટે વેકિસન રજીસ્ટ્રેશનની સાઇટ સવારે ૧૦ વાગ્યે જ ખુલશે

ઉદિત અગ્રવાલની કડક સુચનાઃ આવતીકાલથી પાંચ દિવસ માટે કોવેકિશનનો જથ્થો ઉપલબ્ધઃ ૨૫ હજાર રસી આવીઃ ૪૫ વર્ષથી ઉપરનાં લોકો માટે બીજો ડોઝ કોવિશિલ્ડ વેકિશનનો અપાય છે

રાજકોટ,તા.૪: કોરોનાથી રક્ષણ માટે સરકાર દ્વારા ૧૮ વર્ષથી ૪૪ વર્ષનાં   લોકો માટે તા.૧ મેથી વેકિસન આપવાની શરૂઆત કરવામાં આવી છે. યુવાનોમાં વેકિસનનો જબ્બરો ઉત્સાહ જોવા મળ્યો છે. યુવાનનો માટે વેકિસનના રજીસ્ટ્રેશનની સાઇટ સવારે ૧૦ વાગ્યે જ ખોલવા મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલે સંબધિત વિભાગનાં અધિકારીઓને સુચના આપી છે. દરમિયાન યુવાનોના રસીના ડોઝ ખૂટવાની શકયતાઓ સર્જાઈ હતી  પરંતુ આ રસીકરણને અભિયાનને બ્રેક  ન લાગે તે માટે રાજય સરકાર દ્વારા હાલ તુરંત ૨૫ હજાર જેટલો કોવકિસનનો જથ્થો મોકલવામાં આવ્યો છે.

જયારે શહેરમાં ૪૫ વર્ષથી ઉપરનાં લોકોને બીજા ડોઝ માટે કોવીશિલ્ડ વેકિસનનો જથ્થો હાલ પુરતો મર્યાદિત છે.

સરકાર દ્વારા ૧ મેથી ૧૮ થી ૪૪ વર્ષ સુધીનાં યુવાનો માટે રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે મ.ન.પા. દ્વારા રસીકરણ ઝુબેશ અંતર્ગત શહેરમાં ૫૦ જેટલા વેકિશનેશન સેન્ટર શરૂ કરાયા છે અને ૧મેએ ૧૮થી ૪૫ વર્ષની વયના લોકોએ કોવિડ વેકસીન માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લઇ તંત્રની વ્યવસ્થા મુજબ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી તેઓને જે સ્થળ, તારીખ અને સમય આપવામાં આવે ત્યારે જરૂરથી રસીકરણ કેન્દ્ર પર જઈ રસી આપવામાં આવે છે.

આ અંગે મ્યુ.કમિશ્નરઉદિત અગ્રવાલનાં જણાવ્યા મુજબ યુવાનો માટે વેકિસનની સાઇટ સવારનાં ૧૦ વાગ્યે જ ખોલવા સંબધિત વિભાગનાં અધિકારીઓને સુચના આપવામાં આવી છે.

હાલ ગમે તે  સમયે સાઇટ ખુલ્લે અનેગણતરીની મીનીટોમાં જ સ્લોટ ફુલ થઇ જાતો હતો.

આજ બપોર સુધીમાં

૭૬૪૯ને રસી અપાઇ

શહેરમાં બપોર સુધીમાં કોરોના સામેની રસીકરણમાં ૧૮ વર્ષથી ૪૪ વર્ષના કુલ ૩૮૬૫ અને ૪૫ વર્ષથી મોટી ઉમંરના કુલ ૩૭૮૪ સહિત કુલ ૭૬૪૯ નાગરિકોએ રસી લીધી હતી.

(3:03 pm IST)