Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

નારાયણનગરના શિવમ્‌ પરમારને લેણદારે લાફા મારતાં ફિનાઇલ પી ગયો

જૂગારમાં રકમ હારી જતાં અલગ અલગ ચારેક શખ્‍સો પાસેથી રકમ લીધી હતી

રાજકોટ તા. ૧૦: ઢેબર રોડ અટિકા નજીક નારાયણનગરના-૧ ત્રિશુલ ચોકમાં રહેતાં અને ફર્નિચરનું કામ કરતાં શિવમ્‌ મહેશભાઇ પરમાર (ઉ.૩૦) નામના યુવાને વ્‍યાજખોરીમાં ફસાઇ જતાં અને એક શખ્‍સે ઉઘરાણી માટે ડખ્‍ખો કરી લાફા મારતાં ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

બનાવ અંગે ભક્‍તિનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. શિવમ્‌ ફર્નિચરનું કામ કરે છે. તેણે કહ્યું હતું કે પોતે જુગારમાં નાણા હારી ગયો હોઇ આ કારણે અલગ અલગ શખ્‍સો પાસેથી પાંચેક વર્ષ પહેલા હાથ ઉછીના નાણા લીધા હતાં. આ પૈકી અમુક રકમ ચુકવી દીધી હોઇ અને અમુક બાકી હોઇ ગઇકાલે એક લેણદારે લાફા મારી લેતાં માઠુ લાગી જતાં પોતે ફિનાઇલ પી ગયો હતો. શિવમ્‌ે વધુમાં જણાવ્‍યું હતું  કે તેણે દિપક, રવિ, આશિષ, ફિરોઝ સહિતની પાસેથી પચાસ હજાર, નેવુ હજાર, એક લાખ પંદર હજાર જેવી રકમો લીધી હતી. તેની સામે મોટા ભાગની રકમ ચુકવી દીધી છે. બાકીની રકમ આપી શકતો ન હોઇ હાલમાં કડક ઉઘરાણી થતાં અને મારકુટ થતાં પોતે ફિનાઇલ પી ગયો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

(4:18 pm IST)