Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

ધી સ્ટેશનરી પેપર એન્ડ બુકસ મરચન્ટસ એસો. દ્વારા વેકિસન કેમ્પ યોજાયો

રાજકોટ : કોરોના સામે લડવા લોકોમાં ઇમ્યુનિટી વધે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી ધી સ્ટેશનરી પેપર એન્ડ બુકસ મરચન્ટસ એસોસીએશન તથા શ્રી એસ.વી.વિરાણી હાઇસ્કુલના સંયુકત ઉપક્રમે ગઇકાલે તા. ૧૧ના સવારે ૮ થી ૨ વાગ્યા સુધી શ્રી એસ.વી.વિરાણી હાઇસ્કુલમાં આયોજીત વેકિસનકેમ્પનું ઉદ્ઘાટન મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા કરવામાં આવ્યું હતું. મેયરશ્રી પ્રદિપભાઇએ વેકિસન લેનારને પ્રોત્સાહિત કર્યા હતા. બન્ને સંસ્થા દ્વારા મેયરશ્રીનું પુષ્પગુચ્છ અને બુક અર્પણ કરી હતી. આ કેમ્પમાં દરકે સ્ટેશનરીના વેપારી મિત્રો તેમના સહપરિવાર, દુકાન કામ કરતા માણસો તેમજ સ્ટેશનરીના સેલ્સમેન અને તેમના સહપરિવાર, મિત્રો, સગા, સ્નેહીજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આ કેમ્પનો સફળ બનાવવા ધી સ્ટેશનરી પેપર એન્ડ બુકસ મરચન્ટસ એસો.ના પ્રમુખ ચંદ્રકાન્તભાઇ ખખ્ખર, મંત્રી જીજ્ઞેશભાઇ શેઠ, ઉપપ્રમુખ અતુલભાઇ દક્ષિણી તથા વિરાણી હાઇસ્કુલના આચાર્ય હિરેન્દ્રસિંહ ડોડીયા તેમજ અમિત પાંઉ, હિતેષ શાહ, મનિષ ચોકસી, પારસ શાહ, હિમાંશુ મહેતા, રોહિત કુકડીયા, પ્રતિકભાઇ અવલાણી તથા આનંદભાઇ મણીયાર તેમજ ચિરાગ ધામેચા સહિતના સૌએ જહેમત ઉઠાવી હતી.

(4:17 pm IST)