Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

સાવચેતી અને સલામતી સાથે તહેવારો ઉજવો : જયાબેન ડાંગર

રાજકોટ,તા. ૧૨: તહેવારોની ઉજવણીથી મનુષ્યના જીવનમાં એક નવો સંચાર પૂરે છે અને ઉત્સવોની ઉજવણીથી આપણી સંસ્કૃતિ જીવંત રહે છે.

ભારત અને વિદેશમાં વસતા ભારતીયો જેની ખુબ ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે તેવા પ્રકાશના પર્વ દિવાળીના તહેવાર નિમિતે નગરજનોને શુભેચ્છા પાઠવતા વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર જયાબેન હરીભાઈ ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગર તથા ભાજપ અગ્રણી શૈલેષભાઈ ડાંગર. માનવીય જીવન અને આપણી ભારતીય સંસ્કૃતિની પ્રાચીન પરંપરાને ઉજાગર કરતા મૂલ્યવાન અવસરો એવા દીપાવલી તથા નુતન વર્ષ પર્વની આપ તથા આપના પરિવારજનોને ખુબ ખુબ શુભેચ્છાઓ. નુતન વર્ષ આપના પરિવારના સુખ, શાંતિ અને સમૃધ્ધિ સાથે વિકાસના દ્વાર ખોલે તેમજ સોનો સાથ સોનો વિકાસ સાથે અડીખમ ગુજરાતના નિર્માણમાં સહભાગી બનીએ એજ નુતન વર્ષનો સંકલ્પ કરીએ.

આનંદ, ઉલ્લાસ અને ઉત્સાહનું આ પર્વ આપણને કેટલીક ઉત્ત્।મ સાહિત્યકૃતિઓનું આજે સ્મરણ કરાવે છે, કારણ કે રંગોળીના રંગ જેવી રીતે દ્યરનું આંગણ સજાવે છે, દીપ અંધકારને દુર કરીને પ્રકાશ ફેલાવે છે. તેવી જ રીતે આ તહેવાર પણ આપણા જીવનમાં રહેલો અજ્ઞાનનો અંધકાર દુર કરીને તેમાં પ્રસન્નતા, ઉત્સાહ અને નવચેતનાના રંગો પૂરે છે. ઉત્સાહો માનવીને માનવીની નજદીક લાવે છે.

ચાલુ વર્ષે વૈશ્વિક કોરોના મહામારી ચાલે છે ત્યારે દિપાવલી, નૂતનવર્ષ અને ભાઈબીજનો તહેવાર દ્યરમાં રહી પરિવાર સાથે ઉજવવા જેથી કોરોનાથી વિશેષ તકેદારી રાખીએ. જેથી આ વર્ષે દિવાળી આપને સાદગી અને સલામતી સાથે ઉજવીએ. ઉત્સવો તથા પ્રસંગોમાં વધુ સાવચેતી રાખીએ. સ્વચ્છ હાથ, ચહેરા પર માસ્ક તથા સામાજીક અંતર સાથે દિવાળીનો પર્વ ઉજવી, આ પર્વ આપણા જીવનને નવરંગોથી ભરપુર બનાવે તેવી શુભકામના ડાંગર પરિવારે પાઠવી છે.

(2:50 pm IST)