Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

'બહારવટિયો ભૂપત' પુસ્તક એટલે પિતા (સ્વ. વેલજીભાઇ ગણાત્રાને) પુત્ર જગદીશભાઇ દ્વારા પિતૃતર્પણ જેવુ કાર્યઃ કિરીટભાઇ ગણાત્રા

૧૯૮૦ના દશકાથીજ પીઢ પત્રકાર સ્વ. વેલજીભાઇ ગણાત્રા દ્વારા પોતાની પાસેના અદભુત માહિતી સંગ્રહ, તસ્વીરો આધારે પુસ્તક પ્રગટ કરવા તૈયારીઓ આરંભેલી, સંજોગોવસાતએ શકય બનેલુ નહિ, લોકપ્રિય નવલકથાકાર સ્વ. હરકિશનભાઇ મહેતા પણ તેઓની મદદથી પુસ્તક પ્રગટ કરવા ખુબ જ ઇચ્છુક હતા : અકિલામાં 2006માં પ્રસિદ્ધ થયેલ 60 હપ્‍તાઓ યથાવત રાખવાના બદલે નવેસરથી આજના યુગ પ્રમાણે મઠારી અને દિલ્‍હી ખાતેથી પોતાના ઉચ્‍ચ અધિકારીઓના સોર્સ મારફત ખૂટતી વિગતો મેળવી જે વિગતો પ્રસિદ્ધ કરી છે. તે હિન્‍દી ફિલ્‍મની કોઇ અત્‍યંત રસપ્રદ કે અદ્‌ભૂત વેબસિરીઝ બની શકે તે પ્રકારની છે : પ્રિયવદન કકકડ : સ્‍વ.વેલજીભાઇ ગણાત્રાએ પોતાના પુત્ર જગદીશભાઇનું ભભહીરભભ પારખી સાહિત્‍યનો વારસો આપ્‍યો, જે તેઓએ લાયકાત કેળવીને આગળ વધાર્યોઃ ગુજરાતભરના આઇ.પી.એસ., જી.પી.એસ. અધિકારીઓ સાથે પારિવારીક સંબંધોને કારણે અકિલામાં જગદીશભાઇ સતત એસકલુઝિવ ન્‍યૂઝનો પ્રવાહ વહેવડાવે છે : અકિલાના મોભી દ્વારા પ્રસંસાના પુષ્‍પો વેરાયા : “અકિલા લાઇવ” ફેસબૂકનો ઇન્‍ટરનેશનલ મંચ, અકિલાના મોભી અને પત્રકારિત્‍વ જગતના ભિષ્‍મપિતામ્‌હસમા આદરણિય કિરીટભાઇ ગણાત્રાના હસ્‍તે અષાઢી બીજના પવિત્ર દિવસે થયેલ વિમોચનને કારણે ત્રિવેણી સંગમ સર્જાયો છે, આવા ત્રિવેણી સંગમમાં મને પિતૃ તર્પણ કરવાની જે અદ્‌ભૂત તક સાંપડી છે તે બદઞ્‍લ હું શ્રી કિરીટભાઇ ગણાત્રાનો સદા માટે ઋણી રહીશ. લેખન - સંકલન જગદીશભાઇ ગણાત્રા (લેખન-સંકલનકાર) : વર્ષો અગાઉ સ્‍વ.વેલજીભાઇ ગણાત્રા દ્વારા બહારવટિયા ભૂપત ટોળીના પરાક્રમોનું જે અદ્‌ભૂત રિપોર્ટીંગ થયેલ અને તે સમયના અખબારો અને તસ્‍વીરો અમોને બતાડી જે વર્ણન કરતા તેનું વર્ણન શબ્‍દોમાં થઇ શકે તેમ નથી, મારી જેમ દરેક વાંચક પે્રમીઓ આ પુસ્‍તક એકી બેઠકે વાંચ્‍યા વગર રહી નહી શકે તેમ હું ખાત્રીપૂર્વક કહું છું. વરિષ્ઠ પત્રકાર મધુભાઇ બારભાયા

રાજકોટ તા. ૧૬ : સૌરાષ્‍ટ્રના એક યુગના પીઢ પત્રકાર અને હરતી-ફરતી યુનિવર્સીટી જેવા સ્‍વર્ગસ્‍થ વેલજીભાઇ ગણાત્રા દ્વારા પોતાના પુત્ર જગદીશભાઇમાં નાની ઉંમરથીજ પત્રકારિત્‍વના ઉમદા ગુણો સાથે તેમની બારીકાઇથી નિરીક્ષણ કરવાની ક્ષમતાનું  ભભહીરભભ પારખી તેમને સાહિત્‍યનો વારસો આપ્‍યો, મને કહેતા ખૂબજ હર્ષ થાય છે કે જગદીશભાઇ દ્વારા અથાગ મહેનત અને તે દ્વારા લાયકાત કેળવી આ વારસો જાળવી રાખ્‍યો છે, તેમ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા દ્વારા જણાવાયું હતું.   શ્રી કિરીટભાઇ ગણાત્રા પીઢ પત્રકાર સ્‍વર્ગસ્‍થ વેલજીભાઇ ગણાત્રાના વર્ષો જુના માહિતી સંગ્રહ અને તે યુગના અખબારો અને ફોટોગ્રાફના અદ્‌ભૂત કલેકશન પરથી ર006 ની સાલમાં અકિલામાં પ્રસિદ્ધ થયેલ 60 હપ્‍તાઓ આધારિત જગદીશભાઇ ગણાત્રા દ્વારા સંકલિત અને લેખનવાળા ભભબહારવટિયા ભૂપતભભ પુસ્‍તકનું આંતરરાષ્‍ટ્રીય મંચ એવા અકિલા ફેસબૂક લાઇવમાં હજારો દર્શકોના લાઇવ જોડાણ સાથે પુસ્‍તકનું વિમોચન કરતા જણાવ્‍યું હતું.

 અત્રે યાદ રહે કે સ્‍વર્ગસ્‍થ વેલજીભાઇ ગણાત્રા દ્વારા એ યુગમાં પોતે પત્રકાર તરીકે ભભબહારવટિયા ભૂપતભભ ના કારનામાઓનું રિપોર્ટીંગ કરવામાં આવતું એ સમયથીજ તેઓ દ્વારા પોતાના સંગ્રહ શોખને કારણે એ યુગના અખબારો, અખબારોમાં પ્રસિદ્ધ થયેલ ઓરીજીનલ તસ્‍વીરો સાચવી રાખી હતી. 80 ના દાયકામાં તેઓ દ્વારા ભભબહારવટિયા ભૂપતભભ અંગે તે સમયના કેટલાક જાણકાર પોલિસ ઓફીસરો સાથેના તેમના ખૂબજ અંગત સંબંધોને આધારે પુસ્‍તક લખવા માટે તૈયારીઓ કરી હતી. આ દરમિયાન ચીત્રલેખાના તંત્રી અને જાણીતા નવલકથાકાર  સ્‍વર્ગસ્‍થ હરકિશનભાઇ મહેતા દ્વારા પાકિસ્‍તાનમાં ભભબહારવટિયા ભૂપતભભ નો ઇન્‍ટરવ્‍યૂ એ સમયના પોતાના પાકિસ્‍તાન ખાતેના બ્‍યૂરોચીફ આદમ સૂમરો મારફત લેવડાવ્‍યો. ભભબહારવટિયા ભૂપતેભભ પાકિસ્‍તાન ખાતેના પોતાના બીઝનેશ, પારિવારીક માહિતી પોતાના રહેઠાણ સહિતની વિગતો આપી પરંતુ ભૂતકાળની બાબતે મૌન સેવ્‍યુ હતું.

 સ્‍વર્ગસ્‍થ હરકિશનભાઇ મહેતા જેવા લોકોની નાડ પારખું લેખકને એ સમજતા વાર ન લાગી કે, ભૂતકાળની તેની કારકિર્દી વગર આ ઇન્‍ટરવ્‍યૂ જામે નહીં, સ્‍વ.હરકિશનભાઇ મહેતા દ્વારા સૌરાષ્‍ટ્રમાં આ બાબતે સંપર્ક સાધવામાં આવતા તમામે એકી અવાજે સ્‍વ.વેલજીભાઇ ગણાત્રા પાસેથીજ આ માહિતી મળી શકે તેમ જણાવ્‍યું. સ્‍વ. વેલજીભાઇ ગણાત્રાએ પણ કોઇ જાતની અપેક્ષા વગર તમામ માહિતીઓ સ્‍વ.હરકિશન ભાઇ મહેતાને મોકલી આપી. સમયના બંધનને કારણે તમામ માહિતી પ્રસિદ્ધ ન થઇ પરંતુ સ્‍વ. હરકિશનભાઇ મહેતાએ સ્‍વ.વેલજીભાઇ ગણાત્રા પાસેની અદ્‌ભૂત માહિતી, તસ્‍વીરો વિગેરે જોઇ એવું જણાવ્‍યું કે હું પાકિસ્‍તાન જઇ ભૂપતને મળીશ, મારી વિનંતી છે કે આ બધી માહિતી મને આપો. સ્‍વ. વેલજીભાઇ ગણાત્રા જેવા ખૂબ જ ખાનદાન અને વિશાળ શ્નદયના માનવી દ્વારા સ્‍વ.હરકિશનભાઇ માટે વિસ્‍તૃત માહિતી મળે તે માટે પ્રયાસો શરૂ કર્યા. યોગાનુયોગ બંનેના પ્રોજેકટ નાદુરસ્‍ત તબીયત અને વિશેષ આપવાની ભાવનાને કારણે આ શકય બને તે પહેલા બંને મહાનુભાવોના દેહાંત નિપજતા યોજના અધુરી રહી.

 સ્‍વ.વેલજીભાઇ ગણાત્રાના નિધન બાદ જગદીશભાઇ ગણાત્રા પાસે રહેલી આ અદ્‌ભૂત માહિતીઓ માટે ઘણા અખબારો દ્વારા પ્રયાસો થયા. પુસ્‍તક માટે પણ ઓફર થયેલ પરંતુ પોતાની વ્‍યસ્‍તતાને કારણે જગદીશભાઇ આ માહિતી આપવા માટેની વિવિધ અખબારોની માંગણીનો સ્‍વીકાર અમલ ન કરી શકયા. પોતાના પિતાના નિધન બાદ સ્‍વ.વેલજીભાઇ ગણાત્રા જે જવાબદારી અકિલામાં સંભાળતા તે ગુજરાતના આઇ.પી.એસ. અને જી.પી.એસ. લેવલના ગુજરાત ભરના ઉચ્‍ચ અધિકારીઓ સાથે સંપર્ક રાખી તેમની પાસેથી એસકલુઝિવ માહિતી મેળવી અકિલામાં આપવાની જવાબદારી સંભાળવા સાથે અકિલાના મોભી શ્રી કિરીટભાઇના માર્ગદર્શન હેઠળ ભભયહ સચ હૈભભ નામની કોલમ શરૂ કરી હતી, શ્રી કિરીટભાઇ ગણાત્રાના શબ્‍દોમાં કહિએતો જગદીશભાઇ દ્વારા આ ફરજ ખૂબજ કુનેહથી આજની તારિખે નિભાવી પોલીસ તંત્ર અને આઇ.પી.એસ. કક્ષાના અધિકારીઓની અંદરની એસકલુઝિવ માહિતીનો સ્‍ત્રોત સતત વહેવડાતાજ રહે છે.    

 ગુજરાત અને કેન્‍દ્ર સરકારની ખૂબજ મહત્‍વની ઇવેન્‍ટોની જવાબદારી સંભાળવા સાથે અમેરીકન પ્રમુખ ડોનાલ ટ્રમ્‍પ સહિતના વિદેશી મહેમાનોની ઇવેન્‍ટોનું સફળ સંચાલન કરવા સાથે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી અને ગુજરાતના પદાધિકારીઓ અને અધિકારીઓ જેની ઉંડી સૂઝબૂઝ અને કોઇપણ કામ ખૂબજ સુઘળ અને ચીવટથી સમય મર્યાદામાં કરવા માટે જેના પ્રત્‍યે માનની લાગણી ધરાવે છે તેવા પ્રિયવદનભાઇ કકકડની વિશેષ ઉપસ્‍થિતીમાં યોજાયેલ વિમોચન પ્રસંગે શ્રી કિરીટભાઇ ગણાત્રાએ જગદીશભાઇ ગણાત્રા તથા પ્રિયવદનભાઇ કકકડ પરિવાર સાથે 3 દાયકાનો પારિવારીક નાતો હોવાનું જણાવવા સાથે શાંતીભાઇ કકકડના સેવા કાર્યો તથા પીઢ પત્રકાર સ્‍વ.વેલજીભાઇ ગણાત્રા પાસે સાહિત્‍યના ભંડાર સમી અલભ્‍ય માહિતીઓ તથા તસ્‍વીરો અંગે દર્શકોને વાકેફ કર્યા હતા.

  દમણ ખાતે પ્રસાસન તરફથી લેન્‍ડ મેળવી તેના પર અદ્‌ભૂત ટેન્‍ટ રિસોર્ટ કાર્યવાહિ કરવા સાથે દિવમાં પણ મહત્‍વની કાર્યવાહિનું બ્રાન્‍ડીંગ કાર્ય સંભાળતા પ્રિયવદનભાઇ કકકડે પોતાને આવા ગૌરવભર્યા પ્રસંગે ઉપસ્‍થિત રહેવાની જે તક આપી તે બદલ અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા તથા શ્રી જગદીશભાઇ ગણાત્રાનો આભાર વ્‍યકત કરવા સાથે પીઢ પત્રકાર સ્‍વ. વેલજીભાઇ ગણાત્રા દ્વારા સંકલિત અદ્‌ભૂત માહિતીઓ અને તસ્‍વીરો આધારે જગદીશભાઇ દ્વારા દિલ્‍હી સુધી પોતાના સોર્સ મારફત ભભભૂપત બહારવટિયાભભ ના પાકિસ્‍તાન ગયા બાદ વિદેશ મંત્રાલય દ્વારા જે પત્રવ્‍યવહારો થયેલ તેની અદ્‌ભૂત માહિતીઓ મેળવી અને પુસ્‍તકમાં સંગ્રહ જે રીતે કર્યો છે તે કોઇ ફિલ્‍મી નવલકથા કે રસપ્રદ વેબ સિરીઝ બને તેવી હોવાનો મત વ્‍યકત કર્યો હતો.

 પુસ્‍તકની પ્રસ્‍તાવના લખનાર વરિષ્ઠ પત્રકાર અને સ્‍વ.વેલજીભાઇ ગણાત્રા સાથે ફૂલછાબમાં કાર્ય કરી ચૂકેલા મધુભાઇ બારભાયા દ્વારા પોતાના સંદેશમાં જણાવેલકે આજથી 30-3પ વર્ષ અગાઉ પણ સ્‍વ.વેલજીભાઇ ગણાત્રા અમોને બહારવટિયા ભૂપત તથા તેમની ટોળી તથા જે-તે સમયે મહારાષ્‍ટ્ર અને પંજાબથી ખાસ તેડાવાયેલા પોલિસ અધિકારીઓ તથા તેમના પર રૂ& 0,000 ના ઇનામ સહિતની રસપ્રદ માહિતીઓ સ્‍ટાફ સમક્ષ વર્ણવતા ત્‍યારે તેઓ સતત આવી માહિતી આપતા રહે તેવુ અમને સૌને ફલિત થતું. જગદીશભાઇ પણ એ યુગમાં ફૂલછાબમાં તાલિમઅર્થે આવેલા તે સમયેજ મે કહેલું કે ભવિષ્‍યમાં સમાજને એક ખૂબજ સારા અને વિષયોનું ઉંડુ જ્ઞાન ધરાવનાર પત્રકારની ભેટ મળશે. મારા શબ્‍દો આજે સાચા ઠરી રહૃાા છે તેનો મને હર્ષ છે. તેઓએ વિશેષમાં જણાવેલ કે બહારવટિયા ભૂપત પુસ્‍તક માટે પ્રસ્‍તાવના લખવાનો પ્રારંભ કર્યો અને હું તે કાર્ય કટકે કટકે કરવાને બદલે એકી બેઠકે વાંચીને ન કર્યુ ત્‍યા સુધી મને ચૈન ન પડયું એવી અદ્‌ભૂત રસપ્રદ શૈલી અને એક બહારવટિયા અને એક આઇ.પી.એસ. અધિકારી બંનેને એકજ સમયે એકને કાઠીયાવાડ (સૌરાષ્‍ટ્ર) અને બીજાને પાકિસ્‍તાન (કરાચી) માં મનોઃચક્ષુ સમક્ષ જે ભવ્‍ય ભૂતકાળ તરવરવા લાગે છે તે આખી કથા ફલેશબેકમાં જગદીશભાઇ ગણાત્રાએ જે શબ્‍દદેહ આપ્‍યો છે તે કાબીલેદાદ છે અને ર006 થી તેમની જે મહેનત આટલા વર્ષો સુધી શ્રેષ્ઠ આપવાની ચાલી તેની પ્રમાણિક મહેનતનું આ ફળ ભલે તેમને મોડુ મળ્‍યુ પણ સ્‍વ. વેલજીભાઇ ગણાત્રા અને અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના આર્શિવાદને કારણે કુદરતે તેમને આ ફળ તેમને વ્‍યાજ સહિત ઇશ્‍વરે આપ્‍યું છે તેમાં કોઇ બેમત નથી.

  ર૦૦૬માં કુલ 60 હપ્‍તાઓમાં અકિલામાં પ્રસિદ્ધ પામી ભારે લોકપ્રિય બનેલા જગદીશભાઇ ગણાત્રા દ્વારા સંકલિત બહારવટિયા ભૂપતના પુસ્‍તકના વિમોચન પ્રસંગે ભારે ભાવવિભોર બનેલા જગદીશભાઇ ગણાત્રાએ જણાવેલ કે, અષાઢી બીજનો પવિત્ર દિવસ, અકિલા લાઇવ જેવો આંતરરાષ્‍ટ્રિય મંચ અને અખબારી જગતના ભિષ્‍મપિતામહ્‌ સમા અકિલા અને મારા પરિવારના મોભી એવા શ્રી કિરીટભાઇ ગણાત્રા હસ્‍તે મારા પુસ્‍તકનું વિમોચન થઇ રહ્યું છે તેને હું ત્રિવેણી સંગમ જેવું ગણી રહ્યો છું. આવા ત્રિવેણી સંગમ જેવા કાર્યમાં મને પિતૃતર્પણ કરવાની જે અદ્‌ભૂત તક સાંપડી તે માટે આદરણિય શ્રી કિરીટભાઇનો આભાર માનવા માટે મારી પાસે કોઇ શબ્‍દ નથી. હું તેમનો સદા ઋણી રહીશ. વર્ષો પહેલા મારા પિતાશ્રીએ આ પુસ્‍તક માટે જે પ્રયાસો કરેલા, તેમની જે અથાગ મહેનત હતી, જે તેમનું સ્‍વપ્‍ન હતું તે પૂર્ણ કરવા મેં ર006 થીજ પ્રયાસો કરેલા પરંતુ એનકેન પ્રકારે તે શકય બનતું ન હતું. બે વર્ષ પહેલા દિલ્‍હી ખાતે ઉચ્‍ચ હોદ્‌ા પર ફરજ બજાવતા એક અધિકારી દ્વારા મને આ બાબતે સુચન થયેલ, મેં આદરણિય શ્રી કિરીટભાઇ ગણાત્રાને આ વાત કરી તેઓએ પણ સહર્ષ મંજુરી આપી. હવે મારા પુસ્‍તક માટે ઇશ્‍વર પણ જાણે મને આગળ વધારવા માંગતા હોય તેમ મારા વર્ષો જુના સ્‍નેહિઓ પ્રિયવદનભાઇ કકકડ અને આર.સી.સી. બેંકના સી.ઇ.ઓ. ડો. પુરૂષોત્તમ પીપરીયા દ્વારા તમામ સહયોગ આપવા સાથે મારા પોલિસતંત્ર સહિતના શુભેચ્‍છકો દ્વારા પણ મને આ બાબતે આગળ વધવા પ્રોત્‍સાહિત કર્યો. આ બધાની શુભેચ્‍છાઓ ઇશ્‍વરની કૃપા સાથે મારા પૂન્નય પિતાશ્રી તથા આદરણિય શ્રી કિરીટભાઇના આર્શિવાદ સાથેના માર્ગદર્શનને કારણે મારું આ સ્‍વપ્‍ન કે તેથી આગળ વધી કહું તો મારું પિતૃ તર્પણ જેવું કાર્ય સંપન્‍ન થયું છે જે માટે વ્‍યકિતગત આભાર માનવો શકય ન હોય હું સૌનો શ્નદયપૂર્વક આભાર માનું છું.

(4:05 pm IST)