Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

પોપટપરાના બેન્‍ડવાજાવાળા વિશાલ પર ડીઝલ ચોરીનો આરોપ મુકી ધોલધપાટ

રાજકોટ તા. ૧૮: શહેરના પોપટપરા મેઇન રોડ પર રહેતાં વિશાલ જગદીશભાઇ કબીરા (ઉ.વ.૧૯) નામના યુવાનને તે રૂખડીયા કોલોની પાસેથી બીજા બે મિત્રો સાથે રિક્ષામાં નીકળતાં તેને લાકડી પટ્ટાથી માર મારવામાં આવતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો હતો.

વિશાલે જણાવ્‍યું હતું કે પોતે બેન્‍ડવાજા વગાડવાનું કામ કરે છે. મોરબીથી પ્રસંગમાં વગાડીને આવ્‍યા ત્‍યાં જ મારકુટ થઇ હતી. આરપીએફના સ્‍ટાફે ડીઝલ ચોરીનો આક્ષેપ કરી માર માર્યાનું અને શોર્ટ દીધાનું પણ વિશાલે આક્ષેપો સાથે જણાવતાં તપાસ હાથ ધરવામાં આવી છે.

(3:45 pm IST)