Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ભાવ વધારો તથા ઇ-મેમા ભાજપને મોંઘા પડશેઃ વિજય વાંક

કોંગ્રેસ ઇ-મેમાને કાયમી જાકારો આપશેઃ અચ્છે દિનના નામે ભાજપે લોકોને લુટયાઃ લોકો ભાજપને તમાચો મારશેઃ ઉર્વશીબેન જાડેજા, મીનાબેન મારડિયા, સોનલબેન ભાલોડીની હાકલ-કોંગ્રેસને મત આપો

રાજકોટ તા. ૧૮: પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો ગેસ બાટલા રાંધણ ગેસમાં ભાજપનો ભાવ વિકાસ અને બેરોજગારીનો ભાજપને જડબાતોડ જવાબ આપવા કોંગ્રેસની પેનલને જંગી બહુમતીએ જીતાડવા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરોએ આહવાન કર્યું છે.

કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો વિજય વાંક, સંજય અજુડીયા, ઉવર્શીબા જાડેજા, મીનાબેન મારડીયા મવડી વિસ્તારની શેરી-ગલી મહોલ્લા સોસાયટીમાં અદભૂત સમર્થન મળી રહ્યું છે લોકોનો કોંગ્રેસને આવકાર મળ્યો છે કોંગ્રેસને મત આપવા લોકો વચનબધ્ધ બન્યા છે.

કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો વિજય વાંક, સંજય અજુડીયા, ઉવર્શીબા જાડેજા એ કોંગ્રેસને મત આપવા અપીલ કરી છે અને ભાજપને ધૂળ ચાટતો કરવા આહવાન કરતા કહ્યું છે કે, પેટ્રોલ-ડીઝલમાં રોજેરોજ દિવસ ઉગે અને ભાવ વધારો થઇ રહ્યો છે ગેસ સીલીન્ડરમાં બમણો ભાવ થતા રસોડાનું બજેટ વેર વિખેર બન્યું છે. શાકભાજીના ભાવમાં વધારો શાળા-કોલેજમાં સ્કુલમાં ડોનેશન ફી ખાનગી શાળા કમ્મરતોડ ફી એ ભાજપની દેન છે ભાજપના પાપે ગરીબ વર્ગ મધ્યમ વર્ગનું રોજીંદુ જીવન અસહ્ય બન્યું છે ગરીબોના ગજવા ખંખેરાઇ રહ્યા છે ત્યારે પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસને મત આપી ભાજપને અરીસો દેખાડવો સમયની માંગ છે.

વોર્ડ નં. ૧ર માં કોંગ્રેસના ઉમેદવારો વિજય વાંક, સંજય અજુડીયા, મીનાબેન મારડીયા, ઉવર્શીબા જાડેજા મતદારોનું સમર્થન મળ્યું છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરોએ વિસ્તારમાં કરેલા કામને મત મળશે પાણી વિતરણ, રોડ રસ્તા, ડ્રેનેજ કામ સ્ટ્રીટ લાઇટના કામ વિજય વાંકને ટીમ દ્વારા થયા છે કેટલાક કામ અધૂરા રહ્યા છે તે કામ પૂર્ણ કરવા કોંગ્રેસના ઉમેદવારો વચનબધ્ધ છે. કટીબધ્ધ છે વોર્ડ નં. ૧ર માં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો લોકો માટે હાજરાહજુર છે અને રહેશે.

રાજકોટના મવડી વિસ્તાર વોર્ડ નં. ૧ર માં કોંગ્રેસના પુર્વ કોર્પોરેટરો વિજયભાઇ વાંક, સંજયભાઇ અજુડીયા, ઉર્વશીબા જાડેજા એ લોકડાઉનના કપરા કાળમાં લોકોની પડખે રહ્યા હતા લોકોની સેવા કરી હતી લોકડાઉનમાં લોકો ઘરની અંદર પુરાયા હતા રોજગાર ધંધા ઠપ્પ હતા ત્યારે કોંગ્રેસના પુર્વ કોર્પોરેટરોએ સેવાયજ્ઞ ચાલુ કર્યો હતો સેવાની ધુણી ધખાવી હતી ભાજપના જી હજુરીયા ઘરમાં પુરાઇ ગયા હતા.

કોંગ્રેસ કોર્પોરેટરોએ લોકડાઉન સામે બાથ ભીડી હતી કોરોના વાયરસની પરવા કર્યા વગર લોક સેવામાં લાગી ગયા હતા ગરીબ પરિવારને આર્થિક મદદ કરી હતી મધ્યમ વર્ગને અનાજ અર્પણ કર્યા હતા તેમ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પ્રદિપભાઇ ત્રિવેદીએ જનસભાને સંબોધન કર્યું હતું અને કોંગ્રેસ કોર્પોરેટરોની સેવાને યાદ રાખવા અપિલ કરી હતી.

પ્રદિપભાઇ ત્રિવેદી એ વધુમાં કહ્યું હતું કે, ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીનું હજારો પરિવારને આપી હતી ૩૦૦૦ મણથી વધુ ડુંગળીનું વિતરણ કર્યું હતું. ડુંગળીના વિતરણથી કોંગ્રેસ કોર્પોરેટરો લોકોના દિલમાં વસી ગયા હતા. ડુંગળી વિતરણની સુંદર કામગીરી સેવા અને ગરીબોમાં આનંદની લાગણી પ્રસરતા રાજકોટ જ નહીં ગુજરાતભરમાં ડુંગળી વિતરણ ચર્ચાનો મુદે બની ગયો હતો. પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ વિજયભાઇ વાંકને શાબાશી પીઠ થાબડી હતી.

સોશીયલ મિડિયામાં ડુંગળી વિતરણના વિડિયો વાયરલ થતા ભાજપના પેટમાં ચુંક ઉપડી હતી કોંગ્રેસની લોકપ્રિયતાને લઇ ભાજપમાં દોડધામ મચી ગઇ હતી ડુંગળી વિતરણ કાર્યક્રમ આ વહીવટ ભાજપના ઇશારે પોલીસ એ હવનમાં હાડકા નાખ્યા હતા કાર્યક્રમ અટકાવી દીધો હતો વિજયભાઇ વાંકની અટકાયત કરવામાં આવી હતી પોલીસ અને ભાજપની વિલનગીરી સામે ગરીબોમાં રોષ આક્રોશ ફેલાવ્યો હતો કોંગ્રેસની કાર્યકારી પ્રમુખ પ્રદિપ ત્રિવેદીએ અંતમાં કહ્યું હતું કે લોક ડાઉનમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો એ માસ્કનું વિતરણ કર્યું હતું. માસ્ક મશીન મફત આપ્યા હતા કેટલાક ગરીબ પરિવારોને આર્થીક મદદ કરી હતી ખરા અર્થમાં લોકસેવક બનેલા યુવાનો કોંગ્રેસના ઉમેદવાર છે કોંગ્રેસને મત આપવા અપીલ છે.

(3:13 pm IST)