Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

મ.ન.પા.ના વિપક્ષી નેતાના ઓનલાઈન ડેસ્કમાં ૧ દિ'માં ૬૩ ફરિયાદ નોંધાઈ

પાણીની ૧૩, રસ્તામાં ખાડાની ૧૨ તથા ડ્રેનેજ-ગટરના ૯ પ્રશ્નો રજૂ થયાઃ આ તમામ ફરિયાદોનો તાત્કાલીક ઉકેલ લાવવા ભાનુબેન સોરાણીની તાકિદ

રાજકોટ, તા. ૧૮ :. મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતાના ઓનલાઈન ડેસ્કમાં ૨૪ કલાકમાં પાણી, ગટર, સફાઈ, સ્ટ્રીટ લાઈટ સહિતની ૬૩ ફરીયાદો આવી છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ભાનુબેન પ્રવીણભાઈ સોરાણી દ્વારા મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતાનું ઓનલાઈન ડેસ્કનો તા. ૧૭થી પ્રારંભ કરવામાં આવ્યો છે.

જેમાં ૨૪ કલાકમાં રાજકોટના ૬૩ નગરજનોએ લોક સમસ્યાઓ ઉકેલવા માટે વિરોધ પક્ષના નેતાશ્રીને ફરીયાદો મોકલેલ છે. જેમા પીવાના પાણીની ફરીયાદ ૧૩, સફાઈ-ગંદકી-કચરાના ઢગલા ૫, રોડ-રસ્તામાં ખાડા ૧૨, સ્ટ્રીટલાઈટ બંધ હાલતમાં ૪, ડ્રેનેજ-ગટરના પ્રશ્નો ૯, અન્ય ફરીયાદો ૨૧ સહિત કુલ ૬૩ ફરીયાદો મળેલ છે.

આ ફરીયાદો પરત્વે વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણીએ ફરીયાદો પરત્વે ગંભીરતાથી સત્વરે પગલા લેવા માટે સંબંધીત અધિકારીને તાકીદ કરેલ છે તેમજ રાજકોટના નગરજનો http://bit.ly/CLP_RMC ઉપર ફરીયાદો નોંધાવે તેવી જાહેર જનતાને અપીલ કરી છે. તેવુ કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે જણાવ્યુ છે.

(4:20 pm IST)