Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

માર્કેટયાર્ડના સુકાનીઓની ચૂંટણી દિવાળી પછી

રજીસ્ટ્રાર નિયામકને દરખાસ્ત મોકલશે : ગેઝેટમાં નામ દાખલ થયા પછી ચૂંટણી અધિકારી ઓછામાં ઓછા ૭ દિવસનો સમયગાળો રાખી એજન્ડા બહાર પાડશે : દિવાળી પહેલા પ્રક્રિયા પૂરી થવાની શકયતા નહિવત

નવા ચેરમેન તરીકે પરસોતમ સાવલિયા, વિજય કોરાટ, કેશુભાઇ નંદાણિયા, જયેશ બોઘરા વગેરે નામ ચર્ચામાં

રાજકોટ,તા. ૧૮ : ખેતીવાડી બજાર સમિતિ (બેડી માર્કેટયાર્ડ)ના બોર્ડ ઓફ ડીરેકટર્સની ચૂંટણી પુરી થતા હવે નવા ચેરમેન -વાઇસ ચેરમેનની ચૂંટણી માટેન પ્રક્રિયા થનાર છે. જિલ્લા રજીસ્ટ્રાર અને ચૂંટણી અધિકારીશ્રી કપુરિયા જિલ્લાના અન્ય યાર્ડોની કામગીરીમાંથી હવે થોડા પરવારતા આ અઠવાડિયામાં ચૂંટાયેલા સભ્યોના નામ ગેજેટમાં પ્રસિધ્ધ કરવા નિયામકને દરખાસ્ત કરે તેવી શકયતા છે.

યાર્ડમાં નવા ચૂંટાયેલા સભ્યોના નામ ગેઝેટમાં આવ્યા બાદ નિયામક દ્વારા અન્ય જિલ્લાના રજીસ્ટ્રારની સુકાનીઓની ચૂંટણી માટે નિમણુક થશે. ચૂંટણી અધિકારી ઓછામાં ઓછા સાત દિવસનો સમયગાળો રાખી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માઠે એજન્ડા પ્રસિધ્ધ કરે તેવી જોગવાઇ છે. હાલના સંજોગો જોતા નવા સુકાનીઓની ચૂંટણી દિવાળી પહેલા થાય તેવી શકયતા નહિવત છે. નૂતન વર્ષના પ્રારંભે યાર્ડને નવા શાસકો મળશે.

બેડી માર્કેટયાર્ડમાં ભાજપ પ્રેરિત પેનલને શાસન મળ્યુ છે. નવા ચેરમેન તરીકે પરસોતમ સાવલિયા, વિજય કોરાટ, જયેશ બોધરા, કેશુભાઇ નંદાણિયા વગેરે નામ ચર્ચામાં છે. પસંદગીમાં પ્રદેશ ભાજપની ભૂમિકા નિર્ણાયક બનશે.

(4:56 pm IST)