Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

હસ્તકલા સેતુ યોજના અંતર્ગત મહિલાઓ માટે પાંચ દિવસીય કૌશલ્ય વિકાસ તાલીમનો પ્રારંભ

વ્યવસાયની મૂળભૂત બાબતો,વિવિધ સરકારી યોજનાઓ, બજાર સર્વેક્ષણોની સમજણ અપાશે

રાજકોટ: ગુજરાત સરકારના કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ વિભાગ હેઠળ, આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII), અમદાવાદ દ્વારા સંચાલિત હસ્તકલા સેતુ યોજના હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત ધોરાજી બ્લોક, હિરપરા વાડી ખાતે ૧૬ થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૩ દરમિયાન ૨૫ મહિલા કારીગરોને પેચવર્ક માટેની પાંચ દિવસીય કૌશલ્ય વિકાસ તાલીમ શરૂ કરવામાં આવેલ છે. આ તાલીમમાં ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ (EDP) દ્વારા વ્યવસાયની મૂળભૂત બાબતો અને તેમને ટેકો આપવા માટે વિવિધ સરકારી યોજનાઓની સમજણ પૂરી પાડવામાં આવે છે.

મહિલા કારીગરોના આ જૂથને બજાર સર્વેક્ષણો, ફેશન વલણો અને વેચાણ માટેના બજારો માટે નિષ્ણાત સત્રો પૂરા પાડવામાં આવ્યા હતા. આ તાલીમ તેમની સર્જનાત્મકતા અને કૌશલ્યોનો ઉપયોગ કરીને નાના પાયાના ઉદ્યોગસાહસિકો તરીકે વિકસાવવા માટે આત્મનિર્ભર બનવામાં તેમને મદદ કરશે.

આ તાલીમનું આયોજન હસ્તકલા સેતુ યોજના રાજકોટના જિલ્લા લીડ અને માર્કેટ લિન્કેજ એક્સપર્ટ નિરવ ભાલોડિયા, જિલ્લા એન્ટરપ્રીનીયર લીડ નિલેશ જોષી, ક્રેડિટ લિંકેજ એક્સપર્ટ રૂચા ત્રિવેદી, જિલ્લા પ્રમોશન અને આઉટરીચ નિષ્ણાત નેહા હથિયારી દ્રારા કરવામાં આવ્યું હતું

(1:09 am IST)