Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

રાજકોટ માં ગૃહ મંત્રી સંઘવી એ પૂછ્યું ગોવિંદભાઇ ક્યાં ???

ધારાસભ્યે કહ્યું ,હું બધાને આગડ કરું છું : હર્ષ સંઘવી બોલ્યા :યે ગુસ્તાખી માફ નહીં હોગી : બધા નેતાઓ હસી પડ્યા.

રાજકોટ :ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટની મુલાકાતે હતા. ત્યારે જોવા જેવી થઈ હતી. રાજકોટ પહોંચેલા હર્ષ સંઘવી સર્કિટ હાઉસમાં હોંચ્યા હતા. ત્યાં તેમને ભાજપના અનેક નેતા મળ્યા હતા. ત્યાં રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલ પણ ત્યાં હાજર રહ્યા હતા. ત્યારે હર્ષ સંઘવીએ પૂછ્યું હતું કે, ગોવિંદભાઈ ક્યા છે?

ત્યારે ગોવિંદભાઇ પાછળ ઉભા હતા. ગોવિંદભાઈને તેનો જવાબ આપ્યો હતો કે, હું બધાને આગળ કરું છું. ત્યારે હર્ષ સંઘવી બોલ્યા હતા કે, યે ગુસ્તાખી માફ નહીં હોગી. આ બાદ ત્યા હાજર તમામ નેતા હસી પડ્યા હતા.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધવી આજે સૌરાષ્ટ્રમાં પહોંચ્યા હતા. તેમણે મોરબીમાં કાયદો વ્યવસ્થાની બેઠકમાં ભાગ લીધો હતો. તો રાજકોટ સર્કિટ હાઉસમાં બપોરે સ્થાનિક વેપારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં આંતરરાજ્ય છેતરપીંડીનો ભોગ બનેલા વેપારીઓને સાંભળ્યા હતા. આ સમયે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહીત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(9:47 pm IST)